શું તમે એક પરફેક્ટ
ફેમિલીનો ભાગ છો?
દુનિયા ખુબ ખુબ આગળ વધી રહી છે પણ અમુક લોકો અને એમની વિચારસરણી હજુ સમય સાથે આગળ નથી વધી શકતા. જેમ બંધિયાર પાણીમાંથી એક સમય પછી ગંધ આવવા લાગે એ રીતે સમય સાથે પોતાના વિચાર ન બદલનાર માણસના વિચાર પણ ગંધાય જાય છે. અને પછી એવું પણ બને કે એમના વિચાર અને અભિપ્રાયોને ગણતરીમાં લેવામાં જ ન આવે.
આવા જ એક વિચાર વિષે આજે વાત કરવી છે. મોર્ડન દુનિયા થઇ રહી છે છતાં પણ આજે કોઈ ને પણ પૂછીએ કે પરફેક્ટ ફેમીલી એટલે? તો તરત જ કેશે કે એક એવુ ફેમીલી જેમાં મમ્મી,પપ્પા, ભાઈ અને બહેન હોય. બસ અને આ સિવાયના બધા જ કોમ્બીનેશનને ખરાબ માનવામાં આવે જેમકે કોઈ પેરેન્ટ્સને બે દીકરીઓ છે તો એવુ કે અરર બિચારાને એક દીકરો હોત તો. કોઈ ને એક દીકરો હોય તો કે અરર એક તો હજુ જોઈએ ને, જે આવે એ, એકલા એકલા છોકરા સાવ એકલહુડા બને. પછી કોઈને બે દીકરા છે તો એવું કે આને ઘડપણમા કોઈ નહી સાચવે બંને જતા રહેશે વહુ સાથે. કોઈ ને એક દીકરી છે તો કે લે માં બાપ દુનિયામાથી જતા રહે પછી એનું કોણ?? કોઈને સંતાન નથી તો કે અરર એક હોત તો જિંદગી જતી રેત. આ બધા માટે એક જ વાત કે બિચારાની ફેમીલી જ અધુરી છે.
મતલબ કઈ પણ? પરફેક્ટ ફેમીલી જેન્ડરની
સંખ્યાથી બને?? નહિ, પરફેક્ટ ફેમેલી એટલે કે એક એવું ફેમેલી જ્યાં
બધા જ એક બીજાને સમજતા હોય. એક બીજાને આગળ લાવવામાં
મદદ રૂપ હોય. ભલે બધા જ અલગ અલગ રહેતા હોય પણ એક બીજાની ચિંતા હોઈ. એક બીજા સાથે આખા દિવસમાં એક વાર પણ વાત કર્યા
વિના ન ચાલતું હોય. પોતાના મનની વાત બિન્દાસ કરી શકે એવું વાતાવરણ હોય. દિવસમાં એક વાર તો એવો એક પ્રસંગ બનતો જ હોય
જેમાં સહ પરિવાર ખડખડાટ હસતો હોય.
મેં એક ખુબ સરસ સુવિચાર વાંચેલ કે
“Perfect Family is Combination of Imperfect people”
જો ખરેખર આવું બનતું હોય તમારા ઘરમા તો
માનવુ કે આપણુ ફેમેલી પરફેક્ટ છે.બાકી જુના વિચાર ધરાવીને બિચારા બનીને બેસવાના
ઓપ્શન તો છે જ...મારા મત મુજબ જો ઉપર યુક્ત વાતાવરણ ઘરમાં મળતું હોય તો બધા જ
પ્રકાર ના ફેમેલી પરફેક્ટ છે. એમાં પછી કોઈ સિંગલ પેરેન્ટ બનીને પણ ભોગ આપતું હોય
તો એ પણ પરફેક્ટ ફેમેલી જ છે અને કોઈ યુગલ બાળકો એડોપ્ટ કરી અને એમને સારું જીવન
આપતા હોય તો એ પણ અને કોઈ બંને વ્યક્તિ સંતાન વિના ફક્ત એકલા રહી અને એક બીજાને
સમજીને ખુશીથી જીવન વિતાવી રહ્યા છે તો એ પણ એક પરફેક્ટ ફેમેલી જ છે.
આપણા જીવનમાં કોણ આવે કોણ નહી એ બધું આપણા હાથમાં નથી પણ આપણા જીવનમાં જેટલા સારા અને આપણા કહી શકાય એવા લોકો સાથે ખુશીથી રહેવું એ તો આપણા જ હાથ માં છે ને.
તમે જ પૂછો તમારી જાતને
શું તમે એક પરફેક્ટ ફેમેલી છો?
Comments
Post a Comment