નાના હોય ત્યારે આપણે કેવા મસ્ત જીવતા હોય. મન થી એકદમ સ્વતંત્ર હોય.
આપણી એક અલગ જ દુનિયા હોય આપણે માનીએ એજ સાચું હોય. આપણી પાસે જે રમકડું છે એ
દુનિયાનું બેસ્ટ રમકડું હોય આપણી દુનિયામાં ફક્ત આપણે જ હોય..અચાનક બધા શીખવાડે કે
સાવ આવું ન રેવાય બધા કહેતા હોય એ સમજાય એને મગજ માં ઉતારાય એટલે આપણે ધીમે ધીમે
આપણા મન ને મારી ને લોકો જેને સાચું માનતા હોય એને સાચું અને જેને
ખોટું માનતા હોય એને ખોટું માનતા થાયે.
એવુ પણ બધા બોલતા હોય કે છોકરીઓ હવે
સ્વતંત્ર છે હવે તો છોકરીઓ ના જમાના આવ્યા
છે. પણ કઈ રીતે એવું લાગે છે? મને તો આ વાત સાવ ખોટી લાગે કોઈ છોકરી કે સ્ત્રી મને
તો સ્વતંત્ર નથી લાગતી. એટલે એવું નથી કે આમાં કોઈ આપણા પર અત્યાચાર કે આવું કઈ
થાય છે પણ ખબર નહી મને એવું કેમ લાગે કે આપણે ખાલી સ્વતંત્ર છીએ એવું દેખાડીએ છીએ
ખરેખર તો આપણે એક બીજા સાથે ખોટી કોમ્પીટીશન કરવામાં જ આપણી સ્વતંત્રતા ગુમાવી
દીધી છે.
રામાયણ મેં વાચી નથી પણ ‘સિયા કે રામ’
એક સીરીયલ આવતી એ માં સીતા નું પાત્ર મને બહુજ ગમતું એમાંથી એક પ્રસંગ મને બહુજ
ગમ્યો હતો, એક વાર અચાનક રામ મીથીલા માં સીતા ને મળે છે ત્યારે તે સીતા ને જનક
પુત્રી કહી ને બોલાવે છે ત્યારે સીતા એમને જવાબ આપે છે કે મને સીતા જ કહો મને મારા
નામ થી કોઈ બોલાવે એ વધુ ગમે, ત્યારે રામ એને એમ કહે છે કે તમારા પિતા તો તમારા
પાલનહાર છે એમના નામ એ ઓળખાવું એતો ગૌરવ ની વાત છે તો પછી શું વાંધો છે? ત્યારે
સીતા રામ ને એક હરણ નું ઝુંડ જતું હોઈ એ બતાવે છે અને કહે છે જુઓ આ હરણ સંધ્યા સમય
એ એકદમ સોનાના હરણ હોઈ એવા જ લાગે છે અને પછી કહે છે એ હરણ બધા ‘એક સાથે છે છતાં પણ
કેટલા સ્વતંત્ર છે’ રામ આ વાક્ય “એક સાથે છે છતાં પણ કેટલા સ્વતંત્ર છે” સાંભળી ને
હજુ વિચાર જ કરતા હોઈ છે ત્યાં સીતા કહે છે કે મારા પિતા મારું ગૌરવ છે એમના નામએ
ઓળખાવું એનાથી મોટી ગૌરવ ની બીજી કોઈ વાત હોઈ જ ન શકે એમના સહકાર વિના તો હું કઈ જ
નથી પણ છતાં પણ મને મારી એક સ્વતંત્ર ઓળખ હોઈ એ વધુ પ્રિય છે.
ત્યારે સીતા કહે છે હા મને મન થી
વિચારો થી સ્વતંત્ર રહેવું ગમે. જયારે કઈ ખોટું થતું હોઈ તો વિરોધ કરવો એ
વ્યાજબી છે પણ એનો મતલબ એમ નહિ કે હું મારા સબંધો ને બગાડી એમના વિદુદ્ધ જવા માગું
છું. અને ત્યારે રામ પેલા વાક્ય નો મતલબ સમજ્યા કે ‘એક સાથે છે છતાં પણ કેટલા
સ્વતંત્ર છે’ આનો કદાચ આજ મતલબ છે સાથે પણ રહેવું અને સ્વતંત્ર પણ.
સીતા માંથી ઘણી વાત સીખવા જેવી છે.એમાંની એક
મેઈન વસ્તુ છે “સ્વીકાર- જે છે અને જે થશે એનો સહજ સ્વીકાર કરવાનો ખોટું ડરવાનું
નહિ,પછી ભલે ને એ વનવાસ હોય”.અને પછી ભલે ને એની બહેન કે બહેનપણીઓ રાજમહેલ માજ
રહેતી હોય. એની પરિસ્થિતિને જે કોઈ પણ ફરિયાદ
વિના જીવી જાણે એ સીતા.આવી તો ઘણી વાત સીતા માંથી શીખવા જેવી છે. સીતાને આપણે એક
ભગવાન કે દેવી તરીકે નહિ પણ આદર્શ તરીકે જોવી જોઈએ. બધા ને મન માં એવુજ છે કે રામ
સીતા એ ભગવાન છે,બસ એટલે એમની ખાલી પૂજા જ થાય પણ પૂજા કરવા કરતા એમના અમુક આદર્શ
ને જીવન માં આપણે ઉતારીશુંને તો ખરેખર ઘણો ફર્ક પડશે.
આપણે બધા મન થી જરા પણ સ્વતંત્ર
નથી.આપણને બીજા ના અપ્રુવલ ઉપર જીવવા ની ખોટી આદત પડી ગઈ છે. કોક ના અપ્રુવલ ઉપર
જીવી ને આપણે હાથે કરી ને ગુલામ શું કામ થવાનું?? આપણે બધાના અપૃવલ બોવ જોઈતા હોઈ,
હા બરાબર માણસ છીએ તો સેજ એવું હોઈ કે આપણે બધાના ફેવરીટ બનીએ બધા ને આપણે ગમીએ પણ
પછી બીજા ના અપ્રુવલ ઉપરજ તો નથી જીવાતું ને? આપણે જીવવા કરતા કોમ્પીટીશન માં વધુ
રસ લેતા હોય એવું લાગે છે બીજાકરતા વધુ સારું ઘર જોઈએ બીજા કરતા વધુ હોશિયાર થવું
છે બીજા કરતા વધુ મસ્ત દેખાવું છે આ બધું કરવામાં જ આપણે એકબીજાના ગુલામ થતા જઈએ
છીએ.
અરે કોઇથી સારું નથી લાગવું, કોઈ થી
વધુ હોશિયાર નથી બનવું કોઈ થી વધારે સફળ નથી બનવું. જેવા છીએ એવા બેસ્ટ જ છીએ. આપણે કોઈ ના ખોટા નાકામા અપ્રુવલ ની
જરૂર નથી બસ જે છે એમાં ખુશી ગોતીએ અને પોતાની જાત સાથે જ કોમ્પીટીશન કરી ને આગળ
વધીએ કારણકે બીજા કરતા સારા લાગવા, બીજા કરતા વધુ સફળ થવા અને બીજા કરતા વધારે
હોશિયાર થવા જસુ તો દુખી જ થસુ ને? તો
ખોટી કોમ્પીટીશન કરવી એના કરતા વધુ જરૂરી છે ખુશ રહેવું. બીજા સાથે આપણી જાત ને
કમ્પેર કરી ને ખોટી શું કામ આપણી જ ઈન્સલ્ટ કરવી જોઈએ? જો આ વાત સમજી જશું ને તો
કદાચ મન થી સ્વતંત્ર પણ થઇ જશું.
હજુ તો આ શરૂઆત છે જિંદગીની. ઘણું
શીખવાનું છે ઘણું જોવાનું છે અને આ વિષય પર હું લખું છું કારણકે હું પણ મન થી
સ્વતંત્ર બનતા સીખું છું. હજુ કદાચ ઘણી વાર લાગશે પણ એક છે કે જે પ્રયન્ત કરે એમને
એક વાર તો સફળતા મળી જ રહેતી હોય છે. અને એક કહેવત છે, કે જાત બદલો જગત બદલાય જશે
એમ આપણે પહેલા મન થી સ્વતંત્ર બનવું પડશે પછી દુનિયા વિષે વિચારીશું.અને એક વાત તો
છે કે દુનિયાથી કંટાળી ને દુનિયા છોડી ને જવાથી કે લોકો થી કંટાળી ને એમનાથી દુર
જવાથી આપણે સ્વતંત્ર નહિ થઇ શકીએ. પણ બધા સાથેજ બધાની વચ્ચે જ જીવી, બધા જેવા છે
એવા જ એમને સ્વીકારી અને એડજસ્ટ થતા શીખવું ,કયારેક જતું કરી દેવું ,ભૂલ ને
સ્વીકારી લેવી અને સુધારવી, ખોટું જણાય ત્યાં બોલી પણ દેવું, બધા ને થોડા થોડા
સાંભળી પણ લેવાના પણ સાચું સારું લાગે એજ મનમાં રાખી ને મસ્ત જીવવું એટલે જ કદાચ
મન ની સ્વતંત્રતા.


ramayana valu example superb... 😘😘
ReplyDeleteExcellent.. My favorite topic "don't compare self with others."
ReplyDelete