આજ તો એકદમ ફિલ્મી ટાઇટલ આપ્યું છે.આ સ્પેશિયલ
એમના માટે જ છે જે લોકો ને પોતાની જાત સુધારવાનો સમય નથી. એમની પાસે પોતાની ભૂલ
પોતાની ખામી જોવાનો સમય નથી. પણ કોણ કેટલું જાડુ છે? કોણ કેટલું રૂપાળું છે? કોને
કેવી રીતે ચાલે છે વગેરે વગેરે આ બધું જાણવામાં બહુજ રસ હોય છે.
સ્કુલમાં ઘરનો
છોકરો ભણતો હોય અને એનો કોઈ ફ્રેન્ડ ઘરે આવે, અને જો બોલવામાં એ સેજ અટકતો હોય
એટલે કોઈ ઘરનાં વડીલ જ એવું કે જો તારો ઓલો “કાલો” ફ્રેન્ડ આવ્યો છે. આવું મોટા
શીખવાડે પછી બાળકો સ્કુલે જઈ ને બીજા છોકરા સામે આવું બોલે પછી બધા ભેગા થઇ પેલા
છોકરાની મસ્તી કરે. એના પર હશે પણ એને કેટલું દુખ થાય એની કલ્પના છે? કોઈ વધુ કાળો
હોય તો એવું બોલે કે આ તો પાણીપુરી વેચવા વાળો છે. કોઈ છોકરી ને આવું હોય તો એમ
કેય આની સાથે લગ્ન કોણ કરશે? કોઈ છોકરી જાડી હોય તો પણ એજ વાત. વાત છોકરી કે છોકરા
ની નથી વાત માનશીક ગંદકીની છે.
બીજા ને જજ કરવામાં
તમે તમારા માટે જ નફરત પેદા કરો છો. જેમ ભગવાન એ દરેક ને બધી આવડત નથી આપી બધી
રીતે પરફેક્ટ નથી બનાવ્યા . એ રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિને નકામી પણ નથી બનાવી અને
ચાણક્ય પોતાની કૂટ નીતિ માં કહે જ છે. “કે કોઈ માણસ ને નબળો સમજી એનો ઉપહાસ કરવાની
ભૂલ ન કરવી સમય કોઈ નો સગો નથી”. એક રાજા એ ચાણક્યના ગુણ ન જોઈ ને એના રૂપ નું જે
અપમાન કર્યું હતું તેની આગમાં અને તેના અભિમાન નો જવાબ ચાણક્ય એ તે રાજાનું રાજ્ય છીનવી
અને તેનો વધ કરી ને આપ્યો હતો.
વાત બસ એટલી જ છે કે પોતાની જાત ને વધુ
પડતી હોશિયાર માની અને બીજાને જજ કરવાની આ ટેવ બહુજ ખરાબ છે. અને આ ગંદકી બાળકોના
મન માં પણ આવે છે. બાળકોને બીજું કઈ ન આપો તો કઈ નહિ પણ થોડી આવી સમજ જરૂર આપવી
જોઈએ. કે બેટા બીજાની ખામી પર હસવા કરતા આપણામાં પણ ઘણી ખામી હશે એને સુધારવા નો
પ્રયત્ન કરવો જોઈએ. અને જો એ પણ ન આપી શકીએ તો આવું ખોટું કોઈ નું આપમાન કરતા તો ન
જ શીખડાવવું જોઈએ. અને છેલ્લે ગુલઝાર સાહેબની બે મસ્ત લાઈન “વકત ઝાયા કર દિયા
લોકો ને દુસરોમેં નુકસ નિકાલતે નિકાલતે ઇતનાહી અગર ખુદકો તરાસા હોતા તો ફરીસ્તે બન
જાતે”

Comments
Post a Comment