વાતની શરૂઆત એક શોર્ટ
સ્ટોરી થી જ કરીએ. એક ટ્રેનમાં બહુજ ભીડ હતી બેસવાની જગ્યા તો દુર ઉભવા માટે પણ
જગ્યા માંડ મળે તેમ હતી. એક ડોસીમાને ઉભેલા જોઈ એક સજ્જન માણસને દયા આવી. તેણે
પોતાની જગ્યાએ પેલા ડોસીમાને બેસાડ્યા અને પોતે ઉભા રહ્યા. આગલા સ્ટેશન પર ગાડી
ઉભી રહી ત્યાંથી બહુ બધા પેસેન્જર ચડ્યા. બહુજ ભીડ હતી એટલે માંડ માંડ બધા ઉભા
હતા. એવામાં ટ્રેનમાં થોડો જટકો લાગ્યો અને પેલા સજ્જન માણસ આગળ ઉભેલા ભાઈ માથે નમી
ગયા અને એમનો હાથ આગળ ઉભેલા ભાઈ ના ખીચ્ચામાં અજાણ્યા જ ચાલ્યો ગયો.
આ બધું બન્યું એટલે ઓલા
ભાઈ ગુસ્સો કરવા માંડ્યા એ આ સજ્જન ભાઈને ચોર બોલી અને જોરજોરથી રાડો નાખવા
માંડ્યા. સજ્જનએ એ એક વાર કીધું કે મારો કોઈ એવો ઈરાદો ન હતો કે તમારા ખીચ્ચામાં
હાથ નાખી અને પૈસા લઇ લવ. આ ધક્કો લાગ્યો એના લીધે થયું બધું. પણ ઓલા ભાઈ સમજે તો
ને એતો રાડો નાખવા માંડ્યા અને બબડતા રહ્યા, મેં બહુ જોઈ લીધી દુનિયા તમારા જેવા
ને હું સારી રીતે ઓળખું છુ ને આમ ને તેમ ને. પેલા સજ્જન કઈ જ ન હતા બોલતા. પછી
સ્ટેશન આવ્યું અને ઓલા ભાઈ બબડતા બબડતા ઉતરી ગયા.
આ બધું ત્યાં બેસેલા લોકો જોઈ રહ્યા હતા. એ ભાઈ ઉતરી
ગયા પછી કોઈ એ સજ્જન વ્યક્તિને પૂછ્યું. કે આ આટલું બોલ્યો તમને ખોટી રીતે જજ
કર્યા તમે કેમ પછી કઈ જ ન બોલ્યા. ત્યારે સજ્જન વ્યક્તિએ જવાબ આપ્યો કે. એ ભાઈ થોડા
સમય પહેલા એક સ્ટેશને ચડ્યા અને 30 મિનીટ પછી બીજા સ્ટેશન પર ઉતરી ગયા. એ મને ૩૦
મિનીટથી ઓળખે જયારે હું મને 35 વર્ષ થી ઓળખું છુ.
એના કહેવાથી હું કઈ ચોર
નથી જતો ને. મને ખબર છે હું કોણ છું, મારા માં શું ગુણ અને અવગુણ છે. 30 મીનીટમાં કોઈ વ્યક્તિ મને જજ ન કરી શકે. એટલે એની સાથે
દલીલ કરી અને એને સાબિત કરવું એ સમય નો બગાડ જ હતો. કારણકે એ કોઈનું સાંભળવા તૈયાર
ન હતા એમને એમ હતું કે એમણે દુનિયા જોઈ છે. એમને બધું આવડે છે અને જે વ્યક્તિ આવું
વિચારે તે હમેશા મુર્ખ જ હોય છે. અને મૂરખા સાથે દલીલ ન હોઈ એમને જવાબ ન આપવો એ પણ
એક જવાબ જ છે.
ઘણી વાર આપણી સાથે પણ
આવું બનતું હોય છે. અજાણતા વાંક વિના જ આપણે પણ આટીમાં આવી જતા હોઈએ છીએ. ઘણી વાર
કોઈ વ્યક્તિના બોલેલા શબ્દો આપણને દુખી કરી નાખતા હોઈ છે. પણ આવું બને ત્યારે આ
સ્ટોરી એક વાત યાદ કરજો. એક વાર વિચારજો,
સામે વાળો વ્યક્તિ તમને ક્યારથી ઓળખે છે? બે મહીના થી?
બે વર્ષ થી? કે બે કલાક થી? અને એમાય તમને નોટીસ કરવામાં એમણે પાંચ મિનિટથી વધુ સમય પણ નહિ લીધો હોય
કદાચ, તમારી સાથે ટોટલ બે કલાક સરખી વાત પણ માંડ કરી હશે. અને એવા વ્યક્તિ જયારે
તમને જજ કરે ત્યારે એક પ્રશ્ન પૂછજો પોતાને જ કે
શુ એ વ્યક્તિ મને મારા કરતા વધુ ઓળખે છે? તો જ દુખી થાજો અને આપણે એવા નથી એવી
એમને સાબિતી આપતા પહેલા વિચારજો કે સામે વાડો માણસ એ સાબિતીને લાયક છે કે નહિ?પછીજ
સમય બગાડજો એમને સમજાવવામાં.
કેટલી મસ્ત વાત છે આ. કદાચ
આ અભિગમનની જ જરૂર છે આપણે બધા ને. કોઈના કહેવાથી કે કઈ વિચારવાથી આપણે એવા નથી થઇ
જતા.અને એવું કદાચ આપણે માની લેતા હોય તો એ એક નબળા મનોબળની નિશાની છે. અને એક
મજબુત મનોબળ વિકસાવવા માટે એક વસ્તુ અગત્યની છે અને એ છે પોતાની જાત ને ઓળખવી અને
એનો પરમ સ્વીકાર કરવો.
જેવા છીએ એવા મસ્ત છીએ
બેસ્ટ છીએ. રોજ એવું જ કહેવાનું અરીસામાં જોઈ ને કે મારું બધું મને ગમે છે, મારા
વિચાર, મારો ફેશ, મારો સ્કીન કલર, મારા હેર, મારી આંખ મારો અવાજ બધુજ.. બધું જ
મસ્ત છે. અને મને સંતોષ છે. કોઈ પરફેક્ટ નથી અને મારે બનવું પણ નથી. અને હા જો કઈ
નથી ગમતું મને મારું તો હું એને બદલીશ. હું સુધારો લાવીશ પણ એ મારી ચોઇશ હશે કોઈ
ને ઈમ્પ્રેશ કરવા માટે જરાય નહિ. છેલ્લે મસ્ત એક સુવિચાર,
દુખોને રડ ન ઓ
પાગલ, દુખો તો સૌને આવે છે
મળ્યો છે દેહ
માનવનો પછી કઈ ખોટ સાલે છે

Comments
Post a Comment