ધારી લઈએ એના કરતા સમજવાનો પ્રત્યન ન કરી શકાય?





         તનય અને રિયાની સગાઇને એકાદ વર્ષ થયું હતું એટલે બંને મિત્રો જેવા જ બની ગયા હતા. તનય રોજ ઓફીસ એ આઠ વાગ્યાનું કામ હોઈ એ જલ્દી જલ્દી પતાવી અને સાત વાગ્યા આસ પાસ રિયા ને મેસેજ કરે. અને આ બાજુ રિયા પણ બધું કામ પતાવીને તનય ના મેસેજની રાહ જ જોતી હોય ક્યારેક સાત ના સાળા સાત થાય તો એ બેચેન થઇ ને સામે થીજ મેસેજ કરી દેતી.અને બંને વાતો કરે આ રોજ નો નિયમ થઇ ગયો.

       એક દિવસ રિયા એ તનયને મેસેજ કર્યો હાઈ ડીયર.તનય એ રીપ્લાય આપ્યો હાઈ ત્યાર પછી રિયા એ કેટલા મેસેજ કર્યા “પતિ ગયું કામ?” તનય ઓનલાઈન બતાવે પણ રીપ્લાય ન આપે રિયા એ પાછા કેટલા બધા ઈમોજી મોકલ્યા. પણ એનો કોઈ જવાબ જ નહિ. પછી એને પૂછ્યું  શું થયું?? તો પણ ઓનલાઈન હોવા છતાં કોઈ રીપ્લાય જ નહી. રિયા ને થયું સવારે ઓફીસએ એ જતો હતો ત્યારે હું રિસાઈ ગઈ હતી આ કારણના લીધે રીપ્લાય નહિ આપ્યો હોઈ? અને એને પાછો મેસેજ કર્યો સોરી ડીયર, હવે મેસેજ સીન થયા રિયા ને થયું હાસ જોયા, પણ સીન થયા હોવા છતાં પણ કોઈ જવાબ તનય નો ન આવ્યો એટલે રિયા ગુસ્સે થઇ, એને થયું તનયને હવે રસ જ નથી. આટલી નાની વાતમાં આવું કરાય અને એ રડવા માંડી. આઠ વાગ્યે તનય ઓફીસએ થી છૂટી જાય તો એને ત્યાં સુધી રાહ જોઈ પછી તરત જ ફોન કર્યો. પણ ફોન કટ થઇ ગયો.

       આવું ત્રણ ચાર વાર કર્યું પણ ફોન કટ જ થઇ ગયો સામે થી. પછી એને ગુસ્સો આવ્યો એનો અહંમ ઘવાયો તેથી એ તો ફેસબુક ને વોટ્સએપ માં દુખી સ્ટેટ્સ રાખવા માંડી. બધા એ પૂછ્યું શું થયું?? એની એક ફ્રેન્ડનો કોલ આવ્યો. રિયા એ આખી વાત એને કહી એની ફ્રેન્ડ એ કહ્યું બધા છોકરા આવા જ હોય, મુડી જ હોય છે આમ ને તેમ એની સાથે વાત કરી ને રિયા વધુ ટેન્સનમાં આવી ને બહુ રડી એની આવી આંખો જોઈ ને, એના મમ્મી એ પૂછ્યું શું થયું તો રિયા કહે તનય ને મારામાં હવે કઈ રસ નથી મને એ જવાબ જ નથી આપતો ફોન પણ કાપી નાખે છે, તો એના મમ્મી કહે લે એમ થોડું ચાલે એવો વડી કેવો પાવર લાવ ફોન કરવા દે એના મમ્મી પપ્પા ને.

       હજુ એના મમ્મી ફોન કરતા જ હતા તનયના મમ્મી ને ત્યાં તો તનય નો ફોન આવ્યો, રિયા તો મોઢું ચડાવીને એના પર ગુસ્સો કરે ત્યાં એ બોલ્યો સોર્રી રિયા દિલ થી સોરી, મેં તને નતુ કહેલું કે બે દિવસ પછી મારે એક બહુજ જરૂરી મીટીંગ છે દુબઈથી ઇન્વેસ્ટર આવવાના  છે. એ લોકો સાથે કોન્ટરક્ટ ફિક્ક્ષ કરવો બહુજ જરૂરી છે. અચાનક એ લોકો આજે જ આવ્યા અને ફટાફટ મીટીંગનું બધું નક્કી થયું હું હજુ તને મેસેજ કરી ને કહું ત્યાતો મને બોસ એ જલ્દીથી બોલાવ્યો અને મારો ફોન હું અહિયાં જ ભૂલી ગયો એટલે તને ઓનલાઈન બતાવતા હશે. અને અધૂરામાં પૂરું બીજા એક ઓફીસના સુનીલ ભાઈ છે એમનો છોકરો 6 વર્ષનો છે એ બહાર રમતો હશે તો એના હાથ માં ક્યારે મારો મોબાઈલ આવી ગયો કઈ ખબર નહિ હું તો અંદર મીટીંગ માં જ હતો. ગેમ ગોતવામાં ને ગોતવામાં  તો એને મેસેજ પણ સીન કર્યા અને આં મારી મોટી ભૂલ કે હું મોબાઈલમાં પાસવર્ડ નથી રાખતો અને મીટીંગ દસ વાગ્યા સુધી ચાલી .આવી ને મેં જોયું તો તારા કેટલા મિસકોલ અને એ છોકરો બિચારો નીર્દોસ ભાવ એ કહે અંકલ તમારા માં કોક માય લાઈફનો મેસેજ આવતો હતો મેં તો કટ કરી નાખ્યો કારણકે મમ્મી એ કીધું છે કે બીજા ના ફોન રીસીવ ન કરાય.

            આવું બધું થયું આ બધા કન્ફયુઝન માટે સોરી. આ સાંભળી ને રિયા ના જીવ માં જીવ આવ્યો અને એને અફસોસ થયો કારણકે એને નિરાત ન રાખી અને ૨ કલાક માં તો દુખી સ્ટેટ્સ ને ફ્રેન્ડ ને ફોન ને મમ્મી પાસે રોવું કેટ કેટલું કરી નાખ્યું.જયારે વાત માં કઈ હતું જ નહિ

             આમાંથી એક જ શીખવાનું છે કે આવું તો ઘણીવાર થતું હોય છે પણ આવી પરીશ્તીતી માં ખોટી ધારણા કરી લેવાથી આપણે તો દુખી થસુ જ સાથે સાથે સબંધો પણ બગડશે અને બીજા ૨ લોકો ને આપણા વિશે બોલવાનો મોકો મળશે એટલે આમાંથી આપણે એજ શીખવાનું છે કે ખોટું કઈ ધારી નહિ લેવાનું હકીકત ને જાણવાનો પ્રયત્ન કરવો અને ક્યારેક એ વસ્તુ આપણી ધીરજ પણ માંગી લેતી હોય છે તો સમજી વિચારીને જ કઈ પણ બોલીએ કે કરીએ એજ એક માત્ર એક વિકલ્પ છે.  



Comments

Post a Comment