મારા વિના મારો ઉધ્ધાર નથી


           “બધા જે બોલે તે, મારા વિના મારો ઉધ્ધાર નથી”😎એક જગ્યા એ આ વાક્ય વાચ્યું હતું. ક્યાં વાચ્યું એ યાદ નથી આવતું પણ વાચ્યું ને ત્યારથી જ આના ઉપર વિચાર કરું છુ એકદમ ટચ થઈ ગયું એટલું જોરદાર વાક્ય છે.આ ના પર થી રોકસ્ટાર મુવી નું એક સોંગ છે નાદાન પરીંદે એના અમુક શબ્દો યાદ આવી ગયા.


कटे चाहे जितना, परोसे हवाओ को खुद से ना बच पायेगा तू
तोड़ आसमानों को, फूंक दे जहानों को खुद को छुपा ना पायेगा तू
कोई भी ले रस्ता, तू है तू ले हसता, अपने ही घर आएगा तू”

          મારા Most Favourite lyrics છે.કેટલો જોરદાર મતલબ છે, ગમે તે કરશું ખુદથી કેમ બચશું? ગમે ત્યાં જઈશું પોતાની જાત ને નહિ છુપાવી શકીએ.તો શું કામ આપણે આપણા થી દુખી થતા હશું?. જેવા છીએ એવા Perfect જ છીએ. મને OSHO ના વિચાર એટલે જ ગમે. એના અમુક વિચાર એકદમ Deep હોય હમેશા પોતાની જાત ને સ્વીકાર કરવાના. પોતાની કદર કરવાવા ના ગજબ ના કારણો એ આપે.
હમણાં Miss World નો ખિતાબ આપણી ઇન્ડિયા ની માનુષી ચિલ્લર જીતી ગઈ.ગર્વ લેવા જેવી વાત છે. એમાય અમુક લોકો એના જુના ફોટો બતાવી ને મજાક કરતા હતા. પણ હવે એ ત્યારે સ્ટડી કરતી હોય તો કેવું દેખાવું, કેવો મેકઅપ કરવો એ સમયે આવું અમુક Girls વિચારતી જ ન હોઈ. એણે કદાચ કોઈકને કીધું હશે કે મારે મોડેલીંગ કરવું છે ત્યારે ઘણા લોકો એ એને ગમે તે બોલ્યું હશે પણ સલામ છે એને જેણે સતત મહેનત કરી ને Miss India અને પછી Miss World બની ને બધા ને જવાબ આપી જ દીધો.
આ વસ્તુ Inspire કરે એવી છે પણ એનાથી પણ વધુ જબરદસ્ત વાત મને લાગી હોઈ ને તો. એ છે.કોઈક એ એક પોસ્ટ મૂકી હતી કે “આ મિસ વર્ડ નો ખિતાબ જે બધા આપે છે એ ક્યાં આધાર પર આપે છે? look જોઈ ને? આપણે શું કામ કોઈ ને અધિકાર આપીએ એ નક્કી કરવાનો કે આપણે beautiful છીએ કે નહી.ચાલો માની લો  કે માનુષી તો મેકઅપ, જીમ,ડાયેટ આવું ઘણું બધું કરી ને 2 વર્ષ માં એક મોડેલ બની ગઈ. પણ એ Mother જેના 2-3-4-5 છોકરા છે.એમનું ફિગર હવે કઈ રીતે પાછુ આવશે? એ lady જેના ઘર નો આધાર એ પોતે જ છે ઘર ની જવાબદારી અને તડકા માં પથ્થર ઉપાડી ઉપાડી ને એની સ્કીન જ બળી ગઈ છે તો હવે એની સ્કીન કઈ રીતે પેલા હતી એવી થશે?એ છોકરી જેનો કઈ વાક ન હતો છતાં પણ કોઈક એ એના પર એસીડ નાખ્યું એની સ્કીન બળી ગઈ છે. એ ની beauty હવે કઈ રીતે પાછી આવશે? તો શું એ બધા Beautiful નથી? એ બધીજ Women મિસ વર્ડ છે.કારણકે એ સ્વમાન થી કામ કરે છે અને એ જીવે છે. દુનિયા ના બનાવેલા એવા નિયમો ને આધીન જરાય ન રહેવું જોઈએ. તમે બધા Beautiful છો જ. જો તમે એક સારા માણસ બની ને જીવો છો તો”. આ પોસ્ટ exact મને યાદ ન રહી, કોણે લખી એ પણ યાદ નથી, ઉતાવળે વાચી હતી પણ જેટલું સમજાયું એટલું મને ખુબ જ ગમ્યું તો મેં લખ્યું.
કોણ નક્કી કરે છે કે તમેં Beautiful છો કે નહી? એનો એકજ જવાબ છે તમે “પોતે” જો તડકા માં કામ કરતી એ lady એની સ્કીન ની ચિંતા કરે ને તો એના ઘરે બધા ભૂખ્યા મરે. એક વાર તો એની જાત ને એણે કીધું હશે ને કે જે થાય એ બધા જે બોલે એ મારી સ્કીન નું મારા ફિગર નું જે થાય એ.મારા વિના મારો કે મારા પરિવાર નો ઉધ્ધાર નથી, તો કોક ની સામે હાથ ફેલાવવા કરતા કોઈ બીજા સાથે મેરેજ કરી મારા બાળકો ને લાચાર બનાવવા કરતા હુ જ મહેનત કરીશ અને જીવીશ. કેટલી સુંદર વાત છે આ.એની આ Beauty જોઈ શકે એવી આંખો જ આ દુનિયા ના અમુક માણસો પાસે નથી કદાચ. અને મને આ વાત પર થી એક વસ્તુ શીખવા મળી કે ભવિષ્ય કોઈ એ નથી જોયું .કદાચ ગમે એવી પરીસ્થીતી આવે એ તો નસીબ માં હશે એ થશે. પણ મહેનત અને આત્મવિશ્વાસ થી ક્યાંક ને ક્યાંક રસ્તા તો મળી જ રહેતા હોય છે.
          મેં એક વાત નોટીશ કરી છે કે જયારે લોકો બીજા ને Opinion આપતા હોય ને ત્યારે કઈ પણ બોલતા હોઈ. હમણા ટ્રેન માં જતી હતી ત્યાં પાછળ ની સીટ માં કોલેજ ના અમુક Boys બેઠા બેઠા વાતો કરતા હતા.એક કે યાર આલિયા મસ્ત લાગે તો બીજો કે એય આવું ન બોલીશ તારી ભાભી છે તો પેલો કે રાખ આમ પણ એનામાં બુધ્ધી નથી. પછી કહે યાર દીપિકા ઠીક બોવ લાંબી છે. અને કેટરીના ને તો શું જોઈ ને રાખી છે ? નમણાશ તો નામે નથી. ત્યારે થયું ખરેખર આટલી મોટી મોટી હિરોઈન જે આખો દિવસ એની બ્યુટી ને સાચવવા માં જ કાઢતી હોય. બિચારી પાણીપૂરી પણ નઈ ખાતી હોય😜. ડાયેટ ફૂડ, જીમ, મેકઅપ કેટકેટલું કરતી હશે.એમના વિષે પણ લોકો આવી આવી વાતો કરતા હોઈ તો આપણે તો શું હવે? બોલવા વાળા છે ગમે તે બોલશે.
આમતો બોલશે આવો શબ્દ એમને શોભતો નથી આના કરતા ભસવા વાળા તો ગમે તે ભસસે😜 એ વધુ Suit કરશે એમને. એમના કહેવાથી થોડી કઈ કેટરીના કેફ ને કોઈ કાઢી મુકશે એને તો મુવી પણ મળશે.એમાં નહી હાલે તો લક્ષ વાળા ને સ્લાઈઝ વાળા એને એક બે મિનીટ ની એડ ના કરોડો રૂપિયા પણ આપશે. અને કદાચ એ પણ નહી હાલે તો એને કોક બીઝનેસ મેન પણ મળી જશે અને આ વસ્તુ ક્યારે શક્ય બને જયારે એ આવા લાખો લોકો જે ખોટું ભસતા હશે એને ધ્યાન માં નહી લેતી હોય એને Ignore કરતી હશે.
પણ એ જે હોઈ એ બધા ભલે બોલ્યા કરે અને કદાચ એ સાચું પણ હોય તમે કદાચ બહુજ જાડા હોય. તમે કદાચ ભયંકર ભૂત જેવા દેખાતા હોય. કદાચ કઈક શારીરિક ખોટ પણ હોય પણ એક વાર દિલ થી વિનંતી કે પોતાની જાત ને ખરાબ ક્યારેય ન માનતા ભલે કદાચ કોઈ ને તમે ન ગમો કે નહી. પોતાને ક્યારેય દુખી નહિજ કરવાના કારણકે એક યાદ રાખજો “તમારા વિના તમારો ઉધાર નથી”.
અને આવી નાની નાની બકવાસ માટે કોઈ મોટા માણસ ના સુવિચાર કે બૂક વાચવાની જરૂર નથી.એક દમ હળવાસ થી મન માં ભાર રાખ્યા વિના એમને જવાબ આપી જ દેવાનો જેમ કે કોઈક એમ કહે કે તું બોવ જાડો છે તો કઈ જ દેવાનું કે ભાઈ તારે ક્યાં મને જમવા દેવું પડે છે😜. કોઈ બોલે ક કે તું બોવ કાળો છે કોઈ તારા સાથે લગન નય કરે તો કઈ જ દેવાનું,કોઈ નહી મળે મને તો એકલો રઈશ રડી રડી ને સમય બગાડવા ને બદલે મારું કરિયર બનાવીશ અને વધુ લગ્ન કરવાનો હરખ થશે તો આફ્રિકા જઈ ને લગન કરી લઈશ😜પણ તમે ચિંતા ન કરો. અમુક બોલશે અલા તું ગધેડા જેવો રૂપાળો છે નમણો જરાય નથી તો કઈ દેવાનું તો ભાઈ મારી સામે ન જો તારા માટે હું કઈ મોઢા પર ડાઈ નહિ કરાવું😜.આવા અમુક સમયે આવા જવાબ દેવા જરૂરી હોઈ જે દઈ જ દેવાના. પણ તમે ખુશ રહો કારણકે તમારા વિના તમારો ઉધ્ધાર નથી.
અને એક વાત તો છે કે ભગવાને જેટલી પણ વસ્તુ બનાવી છે ને એમાં થી એક પણ નકામી નથી અને એવું પરફેક્ટ પણ કઈ નથી બનાવ્યું કે કોઈ અભિમાન થી એમ કહી શકે કે હું સર્વ ગુણ સમ્પન છુ. એટલે મસ્ત જીવીએ જેવા છીએ એવા પોતાની જાત ને સ્વીકારતા શીખીએ. જો નહિ સ્વીકારીએને તો મરી મરી ને જીવવા જેવું થશે. અને એ તો જરાય ન પોસાય હો. જેવા છીએ એવા, જે થવાનું હોઈ એ થાય બસ મોત આવે એ પેલા જીવી લેવું છે એ તો નક્કી છે.😎
            

Comments

  1. Wahh🙌🙌fully inspirational😊

    ReplyDelete
  2. Waah... This time you will gone fully deep... 🙌🙌👏👏

    ReplyDelete

Post a Comment