કોઈ માણસ પોતાની લાઈફ સ્ટાઈલ ને બીજા ની લિમીટેશન કેવી રીતે બનાવી શકે!

      
     વાત છે લાઈફ સ્ટાઈલ ની, દરેક માણસ ની પોતાની એક જીવવાની રીત હોય. એમના નિયમો હોય પોતાની એક મેન્ટાલીટી હોય. અને હા હોવી જ જોઈએ પોતાના વિચાર પોતાની એક અલગ છાપ પોતાના અલગ નિયમો એમાં કઈ ખોટું નથી બધા સ્વતંત્ર છે પોતાની રીતે.

          આ વાત કોઈ એક જનરેશન ને લાગુ પડતી હોય એવી તો છે જ નહિ. બધા મા આ વસ્તુ કોમન જોવા મળે છે.જેમ કે ચાલો શરૂઆત લેડીઝ થી જ કરીએ. આપણા મમ્મી હોય કે આજુ બાજુ માં ઘણા આંટી, ભાભી, દીદી બધા રહેતા હોય જે ઘર નું બધું કામ કાજ કરતા હોય. ઇન શોર્ટ ઘર નું બધું મેનેજમેન્ટ એમના હાથ માં જ હોય. એ બધા ની એક લાઈફ  સ્ટાઈલ હોય અને બધા ની અલગ અલગ રીત હોય. જેમ કે કોઈ બહેન રોજ સવારે વહેલા પાંચ વાગ્યામાં ઉઠી જતા હોય. એક દમ સ્પીડ માં બધું કામ કરી ને જલ્દી જલ્દી ફ્રી થઇ જતા હોય. તો એ બહુજ સારી વસ્તુ છે સારું કેવાય એમને આટલી બધી ચીવટ છે કામ કરવાની ગ્રેટ, પણ એનો મતલબ એમ નહી કે કોઈ બીજા સવારે પાંચ વાગ્યા ને બદલે છ વાગે ઉઠી ને એક કલાક મોડું કામ કરે તો એ ખરાબ કહેવાય.  

            એક વાર સર જય વસાવડા ની સ્પીચ સાંભળતી હતી એમાં એમણે મસ્ત વાત કહી કે અહી ના અમુક  લોકો માં એક વાત બહુ ખરાબ જોવા મળે છે કે પોતે ગાડી ચલાવતો હોઈ. અને એના થી ફાસ્ટ કોઈ ચલાવે તો એમ કહે કે એ બહુ ઉતાવળિયો છે.એનાથી ધીમે ચલાવે તો એમ કહે કે એ સાવ ધીમો છે. એટલે જાણે પોતે કરે એજ સાચું બાકી બધા આગળ પાછળ વાળા ખોટા.

          આ પોતાના નિયમો ને અને પોતાના વિચારો ને બીજા ઉપર થોપવા ની રીત જે છે ને એ જરાય સારી નથી. આ બધી વાતું આજુ બાજુ વાળા હજુ બોલતા હોય કે કરતા હોય ને ત્યાં સુધી એ વસ્તુ વધારે નડે નહી. બાર ના કોઈ આપણા ઉપર એમના નિયમો થોપવાના પ્રયત્નો કરે કે શિખામણ આપે તો આપણે કઈ દઈએ તમારે શું છે ભાઈ અમારું ઘર છે અમને જેમ ઠીક લાગે એમ કરશું. આમ કઈ દઈએ એટલે વાત પૂરી પછી એમની સાથે બોવ તો સબંધ પુરા થઇ જાય. હા અને એક દિવસ આપણને દુખ થાય પછી કઈ જ ન હોય.

          આપણે ન્યુઝ માં જોયું હોય કે આજે એક જગ્યા આતંકવાદી હુમલો થયો 200 લોકો ના મોત થઇ ગયા. આ સાંભળી ને દુખ થાય થોડું, પણ પછી કેવા આપણે ગરમ ગરમ જમવાનું બનાવ્યું હોય એ જમી ને નિરાતે સુઈ જઈએ. કોક ની વાત સાંભળી હોય કે પેલા ભાઈ ની છોકરી ભાગી ગઈ કે મરી ગઈ કે પછી એમના છોકરા નું કોઈ પણ કારણ થી એકસીડન્ટ થઇ ગયું તો થોડી વાર આપણને એમ થાય કે અરર બિચારા! પછી આપણે તો વાતો કરતા કરતા આપણું કામ પતાવીને મસ્ત જમી કરી ને સુઈ જઈએ. પણ એની જગ્યા એ આપણા ઘર માં આપણી દીકરી, દીકરો કે કોઈ પણ વ્યક્તિ ખાલી અડધી કલાક પણ મોડું આવ્યું હોય ને તો આપણને કેવી બેચેની થવા માંડે ! એક દિવસ કોઈક બહાર ગયું હોય તો જમવાનું પણ ન ભાવે. થાય છે ને આવું? હા થવું જ જોઈએ એજ તો એક બીજા પ્રત્યે ની લાગણી છે આપણી અને નસીબદાર છીએ આપણે બધા કે આપણી પાસે આવા લોકો છે જે આપણી કેર કરે છે.

          પણ ક્યારેક ખબર નહી  કેમ પણ આવી બધી વસ્તુ છે ને એક બંધન જેવી લાગવા મંડે.બીજા લોકો સલાહ સુચન કરે ગમે તે કરે એનાથી વધુ ફર્ક નથી પડતો પણ જયારે આવો ત્રાસ ઘર માં મળવાનો ચાલુ થાય ને એટલે થોડું અઘરું બની જાય. કોઈ પણ માણસ પોતાના ડીશીઝન કોક ઉપર થોપવાની ટ્રાય કરે એટલે ખરેખર બહુજ ગુસ્સો આવે.આ વાત પછી બધા રીલેશન માં લાગુ પડે એ પછી પતિ-પત્ની હોય કે મમ્મી દીકરી નો હોય કે પપ્પા દીકરા કે બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ નો ઇન શોર્ટ એવા બે માણસ જે એક બીજા ના અસ્તિત્વ ની કદર કરે છે એ.કે જેમને એક બીજા ના હોવા થી કે ન હોવા થી  થોડોક પણ ફર્ક પડે છે.

          રીલેશનશીપ નો કોઈ પણ જાત નો અનુભવ નથી મને પણ ઘણા ફ્રેન્ડસ રીલેટીવ ને જોયા હોય અને વાચ્યું હોય ક્યાંક એ વિષયમાં એ ઉપર થી હું એટલું કહી શકું કે આ બાબત રીલેશન માં પણ નડે. કોઈ એવું કહે કે મને નથી ગમતું એટલે તારે જીન્સ નહિ પહેરવાનું કે તું બીજા કોઈ સાથે બોલે એ મને પસંદ નથી એટલે તારે નહિ બોલવાનું કે પછી ગમે તે, હા આવું શરૂવાત માં તો બધું એક બીજા નું બંને માનશે જ પણ સમય જતા એ વાત ના લીધે જ ઝગડા થશે કે જો તારા લીધે મેં જીન્સ પણ મૂકી દીધું મારા જુના ફ્રેન્ડસ ને પણ મૂકી દીધા તને મારી કદર નથી ને આમ ને તેમ આવી તો બહુ બધી નાની નાની વાતો મોટા ઝગડા ના રૂપ લેતી હોય છે.

          સાસુ વહુ નો સબંધ જન્મજાત બદનામ સબંધ છે કે સાસુ વહુ વચ્ચે કોઈ દિવસ મેળ હોય જ નહિ.આવું બધા કહેતા હોય એનું એક માત્ર કારણ એજ છે કે પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા “હું” કવ એમજ થવું જોઈએ. આ વાત જ સબંધ બગાડે છે.ઘરે થી પણ બધા એવી સલાહ આપે કે સાસરે જઈએ ત્યાં 5 વર્ષ સહન કરવું પડે. એટલે આ વાત માં કહેવાનો મતલબ એવોજ કે પેલા પાંચ વર્ષ સાસુ એનું ધાર્યું કરશે ને ઓર્ડર કરશે પછી તું તારું ધાર્યું કરજે ને ઓર્ડર કરજે. હા બરાબર કે અનુભવી લોકો ને વધુ ખબર હોય પણ યાર શું જરૂર છે પોતાનું ધાર્યું કરી ને જીવવાની એડજસ્ટ તો કરવું જ પડે બધાએ પણ જ્યાં સુધી મનમાં થી “હું” ન જાય ને ત્યાં સુધી આમજ ચાલશે.

          ઘણી વાર અમુક પેરેન્ટ્સ પણ આવું કરે . મેં ઘણા છોકરાઓ ને જોયા છે એમના પપ્પા ને ગમે તેમ બોલતા હોય કે મારા બાપા માનતા નથી ને સમજતા નથી. ત્યારે એમ થાય કે જો તો કેવા તોછડા છે પપ્પા ને આમ કેહવાતું હશે કઈ,પણ થોડું વિચારીએ ને તો ખબર પડે કે એમને પણ કદર તો હોય જ માં- બાપની,એ લોકો ને હમણાં નિબંધ લખવા આપ્યો હોય પેરેન્ટ્સ વિષે તો બધા આરામ થી 3-4 પેજ લખી દેય. અને પાછુ બધું સારું સારું જ લખે એમને પણ બધી ખબર હોય જ કે મોટા સામે ન બોલાય બધાનુ માન રખાય.પણ કદાચ ત્યાં પણ આ બાબત જ નડતી હોય કે આ વડીલ લોકો અમુક વાર એમના ડીસીઝન થોપે આપણી જનરેશન ઉપર કે  આમ કર ને આમ ન કર, અમે પણ એમજ કર્યું હતુ ને ઘણું કહ્યા કરે. પણ થોડું સમજવું જોઈએ કે એ સમય અલગ હતો અત્યારે એ રીતે કામ ન પણ થતું હોય. હા એ લોકો ને આવું હોય કે છોકરાઓ હેરાન ન થાય પણ છતાય એક વાત તો બધા એ સમજવી જ જોઈએ કે બધા આં દુનિયા માં પોતાની બુધ્ધિ પોતાના વિચાર અને પોતાના નસીબ લઇ ને જ આવ્યા છે તો પછી કઇક ને કઈક તો થઇજ જશે બધા નું.


          અને આપણે પણ એ સમજવું જ જોઈએ હા કોઈ ને સલાહ દેવી ખોટી નથી. પણ આપણે જે રીતે રહેતા હોય અને આપણે એવી આશા રાખીએ કે મારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, પતિ, પત્ની કે કોઈ પણ મને ગમે એવું જ કરે કે એમજ જીવે તો એતો આતંકવાદ છે થોડુ સમજવું જ પડે કે એ માણસ અલગ છે. તો કઈ વાંધો નઈ Adjustment is life

Comments

Post a Comment