નવું વર્ષ આવશે એટલે બધી નવી વસ્તુ ઘરમાં આવશે,
આપણે બધા એક બીજા ને હેપી ન્યુ યર, ને હેપી દિવાલીની શુભેચ્છાઓ આપશું. દિવાળીના એક
મહિના પહેલા જ ઘર ની સફાઈ કરશું. આ બધું દર વખતે કરીએ જ છીએ.ચાલો આજ વખતે એક નવી
શરૂવાત કરીએ. નવા સબંધો બનાવીએ. નવા સબંધો બનાવવાની વાત એટલે નવા માણશોને ગોતવાની
વાત નથી. પણ જે આપણા જુના સબંધો છે એને જ એક અલગ દ્રષ્ટિકોણ આપીએ.આપણી ભૂલ હોય તો
બીજા ને સોરી કઈ દઈએ અને બીજા ની ભૂલ ને જતી કરી દઈએ.એક વાર મન માંથી બધું સાફ કરી
નાખીએ.
આવી વાત આવે એટલે અમુક લોકોને એમ થાય કે આ બધું
લખવું ને કહેવું સહેલું છે, તમને ખબર ન હોય અમારા કુટુંબ વાળા કેવા છે એ. તો આ વાત
નો જવાબ એક સરસ વાત થીજ આપું. મહાભારત ના યુદ્ધ દરમ્યાન એક વાર ભગવાન શ્રી કૃષ્ણએ
યુધીષ્ઠીર અને દુર્યોધનને બોલાવ્યા. યુધીષ્ઠીર ને કહ્યું કે બહાર જેટલા પણ લોકો ઉભા
છે કૌરવ, પાંડવ, ભીષ્મ પિતામહ..વગેરે એ બધા માંથી એક ખરાબ માણસ ગોતી આવ. અને
દુર્યોધનને કહ્યું કે એ બધા માંથી જ એક સારો માણસ ગોતી આવ. ત્યારે યુધીષ્ઠીર એ આવી
ને કહ્યું મને એમાં થી કોઈ ખરાબ ન દેખાયું. બધામાં કઇક ને કઇક સારો ગુણ છે જ. અને
સામે દુર્યોધનએ કહ્યું મને એ બધા માંથી એકય સારો માણસ ન લાગ્યો બધામાં એક એક ખરાબ
ગુણ તો છે જ.
દુર્યોધન એની રીતે સાચો હતો અને યુધીષ્ઠીર પણ એની
રીતે સાચો જ હતો પણ ફેર એ બંને ના દ્રષ્ટિકોણ માં હતો. એટલે આપણે એજ શીખવાનું આ
વાત માંથી કે દુનિયામાં દરેક માણસ માં કઇક સારું અને કઇક ખરાબ છે જ, તો પછી આપણે
શુકામ ખરાબ વાત યાદ રાખીને ખોટા સબંધ બગાડીએ. જો એક વાત તો સ્વીકારવાની જ રહી કે
અમુક લોકો ના સ્વભાવ નહીજ બદલે. એમને બદલાવવા જઈશું તો એ લોકો તો નહિજ સુધરે ખોટો
આપણો મગજ અને સમય બંને બગડશે એના કરતા એમનો સ્વભાવ આવોજ છે એ સ્વીકારી ને આગળ
વધવામાં અને જતું કરવામાં જ ફાયદો છે.
એક સમયે ભલે કોઈએ ખરાબ વર્તન કર્યું આપણી સાથે.
કદાચ કોઈક એવું પણ બોલ્યું જેનાથી દુખ થયું. કોઈકએ જરૂર હતી એ સમયે મદદ ન કરી.હા
બરાબર છે આ બધી વાત ભૂલવી અઘરી છે.પણ છતાય ચાલો એક નવી શરૂવાત કરી દઈએ એક વાર દિલ
થી ભગવાન સામે જોઈ ને કઈ દઈએ, કઈ વાંધો નહી જેણે મારું ખરાબ વિચાર્યું જેણે મારું
ખોટું કર્યું એનુય સારું કરજો. એને માફ કરજો. બસ મને એટલી સદબુધ્ધિ આપજો કે મારા
લીધે કોઈ ને મન દુખ ન થાય. તો ચાલો હવે આપણે આપણા કુટુંબ આપણા સબંધોમાં કઇક સારું
જોતા શીખીએ. સબંધોને નવો દ્રષ્ટિકોણ આપીશું એટલે આ વર્ષ ની એક ઉતમ શરૂવાત થશે. અને
છેલ્લે વાતને એક મસ્ત સુવિચાર થીજ પૂરી કરું.
“સારો માણસ ગોતવા જઈશુ તો થાકી જઈશુ
પણ જો માણશો માં સારું ગોતશું તો ફાવી જઈશું”

Nice one yarah
ReplyDelete