આપણી અંદર રહેલા માણસ ને સાચા ખોટા ની સમજ છે જ



         આજે પહેલી વાર કન્ટેન્ટ થી વધારે ટાઇટલ વિચારવામાં વાર લાગી.ટાઇટલ આવું આપ્યું કે આપણી અંદર રહેલા માણસ ને તો સાચા ખોટા ની સમજ છે જ. ત્યારે એમ થાય કે આ શુંએમાં આવું ક્યાં આવ્યું કે અંદર ના માણસ ને ?? અંદર નો માણસ એટલે કે જેને પછી તમે આત્મા કહો કે પરમાત્મા કે પછી "ભીતર નો ભેરુ" કહો સાવ દેશી ભાષા માં, એ બધું મારે મન તો સરખું જ.હવે એ જે છે ને આપણી અંદરનો માણસ એને બધી જ ખબર પડે છે. કારણકે એ કોઈ નિર્ણય લોકો શું કહેશે કે લોકો ને કેવું લાગશે એના ઉપરથી નથી લેતો. એ તો જે સાચું છે એને જ સાચું માને અને ખોટું છે એને ખોટું.

          મને ભીખુદાન ગઢવીને સાંભળવા ની બહુજ મજા આવે, એમનો એક પ્રોગ્રામ જોતી હતી  એમાં એમણે જોરદાર વાત કરી કે. ચાર ચોર ચોરી કરી ને આવે પછી એવું બોલે કે ભાઈ ભાગલા નીતિ થી પાડજો હો! એટલે મતલબ એમ કે આપણી અંદર રહેલા માણસ ને તો સારું જ ગમે છે.બાકી ચોર નીતિ ની વાત કરે એ થોડું અજીબ જ લાગે.
            
               પણ, આપણે કોઈ દિવસ અંદર નો અવાજ સાંભળતા જ નથી. Dear Zindgi આ મુવી માં શાહરૂખ ખાન એક મસ્ત સમજવા જેવી વાત કરે છે કે કભી કભી લાઈફ મેં હમ મુશ્કિલ રાસ્તે ઇસીલિયે ચુનતે હૈ ક્યોકી હમે લગતા હૈ બહોત સી ચીઝ પાને કે લિયે હમેં મુશ્કિલ રાસ્તા અપનાના ચાહિયે, અપને આપકો પનીશ કરના બહુત જરૂરી સમજતે હૈ, બટ વાય???આશાન રાસ્તા કયું નહિ ચુન શકતે ક્યાં બુરાઈ હૈ ઉસમેં?” આ વાત આપણે બધા ને લાગુ પડતી જ હશે કદાચ. ઘણી વાર એવું થાય કે આપણે બીજા લોકો ના ડર થી કે એકદમ સફળ થવા ની ભૂખ માં એવા કામ પણ કરીએ જેમાં આપણું મન ન લાગતું હોય. પણ શું કામ? આપણી ખુશી થી વધારે મહત્વ નું કઈ છે ખરું?

          રજનીશ એમ કહે છે કે તમારે કોઈ પણ કામ કરવું હોય એ કરો એના પહેલા આવું જરાય ન વિચારો કે લોકો શું કહેશે? કારણકે તમે કઈ નહિ કરો તોય એતો બોલશે જ. અને સાચું ખોટું શું છે? આ સવાલ નો જવાબ બાર ગોતવા જઈસુ તો જવાબ તો નહી જ મળે ઉલટા ના કન્ફયુઝ થશું.

 કેવા કેવા નિયમો હોય નય? અલગ અલગ ધર્મ માં કે આવું ન કરાય પાપ લાગે પેલું ન કરાય પાપ લાગે. આ બધા ને ભેગા કરી ને એક નિયમો ની બુક બનાવીએને તો તો ખાવું પીવું ને સુવું ને બધું પાપ જ લાગશે. તો પછી એક જ ઉપાય છે એ નક્કી કરવાનો કે સાચું શું છે ને ખોટું અને એ છે આપણી અંદર ના અવાજ ને સાંભળવાનો, અને એક વાત તો છે કે તમે ગમે તે હોય, ચોર કે વકીલ કે અમીર કે ગરીબ,ગમે તેવા હોય સાચા,ખોટા, અભિમાની કે ગમે તે. પણ કોઈ નો અંદર નો અવાજ ક્યારેય ખોટો હોય જ ન સકે.

એક મસ્ત કવિતા છે There is a voice inside of you.That whispers all day long,"I feel this is right for me,I know that this is wrong." No teacher, preacher, parent, friend Or wise man can decide What's right for you-just listen to The voice that speaks inside.

 મતલબ કે મને ખબર છે મારા માટે શું સારું છે ને ખરાબ.કોઈ શિક્ષક,તમારા માતા-પિતા, કોઈ ઉપદેશક,કોઈ તમારો મિત્ર કે કોઈ પણ સારો માણશ એ નક્કી નહિ કરી સકે કે તમારા માટે શું સારું છે ને અને શું ખરાબ. બસ તમારી અંદરના અવાજ ને સાંભળો અને નક્કી કરો શું કરવું છે? અને તમે નક્કી કરો  કે તમારે કેવી રીતે જીવવું છે.

બાકી જો તમે કોઈ ધર્મ ને માનવાની વાત કરતા હોય તો ગીતા માં પણ લખ્યું જ છે. કે દુનિયા શું કહશે અને આવા સંસારના વિચારો માંથી જે મુક્ત છે અને જેને મારા પર અતુટ ભરોષો છે. એ વ્યક્તિ મને પ્રિય છે.અને બુધ્ધ પણ એમ કહે છે કે ખાલી હું કહું છુ એટલે કોઈ વાત ને ન માની લ્યો કે એ સાચી જ હશે તમે પોતે અનુભવ કરો અને પછી નક્કી કરો કે શું સાચું ને શું ખોટું?

ટલે  એતો ફાઈનલ જ છે કે કોઈ પણ ધર્મ પણ છેલ્લે તો અંદર ના અવાજ ને ઓળખવાનો  જ રસ્તો બતાવે છે. તો બસ એને ઓળખો. હા, સલાહ દસ માણસ ની લેવી જોઈએ એમાં કઈ ખોટું નથી પણ છેલ્લે તો એજ કરાય જે આપણને અંદરથી બરાબર લાગે પછી ફાયદો થાય કે નુકશાન એ ક્યાં આપણા હાથ ની વાત જ છે. અને આપણા હાથ ની વાત નથી તો આપનું ખરાબ વિચારવા વાળા ના હાથ ની વાત પણ ક્યાં છે જ કઈ?તો પછી બસ જે અંદર થી સારું લાગે એજ કરો, એજ માનો, એજ ધર્મ છે અને એજ સાચું છે બાકી બધું ખોટું.

Comments