આજ ની વાત ની શરૂવાત જ એક ગીત થી જ કરીએ.પેલું જુનું ગીત છે ને “ઝીંદગી
એક સફર હૈ સુહાના યહા કલ ક્યાં હો કિસને જાના”, આ ગીત કદાચ બધા લોકો એ
સાંભળ્યું જ હશે, મસ્ત છે. એક લાઈન જ ખુબ મોટો મતલબ સમજાવી જાય છે.અને સાચી જ વાત
છે ને જિંદગી એક સફર જ છે.નાની નાની કેટલિયે ક્ષણ ભેગી કરી ને એક જિંદગી બનતી હોય
છે.
મિત્રો અત્યાર સુધી ની સફર માં ઘણી ક્ષણ તમે
જીવી ગયા, કહેવાય છે આપનું મન છે ને એ બહુજ ચંચળ છે એ ફાયદો નુકશાન કાઇજ જોતું નથી
એને તો બસ જીવવા ની ખબર પડે છે. કોઈ મોટી ગાડી જોઈએ તો આપણને તરત જ એ ખરીદવાનું મન થાય.
વરસાદ આવે એટલે તરત જ ભજીયા ખાવાનું મન થાય. કોઈ સારુ વ્યક્તિ જોઈને એની સાથે વાત
કરવાનું મન થાય.કોઈ બકવાસ કરતુ હોય તો એને એક જાપટ મારવાનું મન થાય. આવી તો
કેટલીયે મન ની ઈચ્છા હોય છે. અને એક વાત પણ છે કે આ ઈચ્છા કોઈ દિવસ પૂરી થવાની
નથી. આ જિંદગી નામ ના સફર માં રોજ નવી પરીસ્થિતિ આવશે અને રોજ નવી નવી ઈચ્છાઓ આપણા
મન માં આવ્યા જ કરશે.
પણ આજે એક
વાર ચાલો તમે તમને જ શાબાસી આપો. જિંદગી ના સફર માં આવી કેટલીયે નાની મોટી ઈચ્છાઓને
આપણે એમનમ મારી નાખી હશે.પછી કારણ કોઈ પણ હોઈ શકે, કારણકે આજે તમે લોકો જ્યાં પણ
છો ત્યાં પહોચવા માં કેટલી આવી ઈચ્છા દબાઈ ગઈ હશે જેની ખબર ખાલી તમને અને તમારા મન
ને જ છે.
મેં એક જગ્યા એ વાચ્યું હતું કે
“જીવન માં આ બે શબ્દો થેંક યુ અને સોરી નો
ઉપયોગ બને એટલો ઓછો કરવો પડે એવું જીવન જીવવાની આદત પાડવી જોઈએ”.આ વાત મને ખુબ જ
ગમી હતી પણ એક વાત તો છે કે જયારે જયારે જ્યાં પણ જરૂર પડે આ શબ્દો નો ઉપયોગ
કરવાની, ત્યારે ચૂકવું પણ ન જોઈએ.
તો આજે જ સમય છે. કહી દો અરીસા સામે જોઈને એકવાર કે સોરી યાર
દર વખતે જે મને જોઈતું હતું એ હું મને ન આપી
શક્યો કયારેક જવાબદારી આડી આવી ક્યારેક લોકો ની બીક તો ક્યારેક પરીસ્થીતી.અને સોરી
યાર મેં ઘણી વાર લોકો ના ખોટા અભિપ્રાય ને મન માં લઇ ને પોતાની જાત ને દુખી કરી.
કોઈ એ કીધું કે તારા થી એ વસ્તુ નહિ થાય કદાચ કોઈ એ એમ પણ કીધું કે તું આમ નહિ કરી
શકે કે તું આમ ને તું તેમ ત્યારે એ લોકો ની બકવાસ ને ધ્યાન માં લઇ ને મેં મારી જ જાત ને દુખી કરી એના માટે દિલ થી સોરી.
અને થેંક યુ તો
જેટલી વાર કઈશ એ ઓછુ જ પડશે કારણકે જયારે જયારે મન ની ઈચ્છાને મારવાની વાત આવી
ત્યારે ત્યારે થોડું દુખ થતું કે યાર હું ક્યારે જઈશ ફરવા? હું ક્યારે મેળવીશ? એ
બધું જે મારે જોઈએ છે. ત્યારે ત્યારે જે છે એ સ્વીકારી ને દુનિયા સામે મસ્ત હસતા
મોઢે રહેવા માં મારો સાથ આપ્યો એના માટે થેંક યુ. જયારે જયારે કોઈ પણ નવું કામ
કરવાનું આવ્યું,બધા લોકો જયારે મારો વિશ્વાસ ન કરતા હોય. કયારેક ખોટી સલાહ પણ
આપતા કે આમ ન કરાય ને તારા થી નહી થાય
ત્યારે થોડું દુખ થયું પણ એ લોકો ની વાત ને વધુ માન ન આપી ને પોતાની જાત પર
વિશ્વાસ રાખી ને એ કામ ને પાર પાડ્યું અને હજુ પાડીશ આવો આત્મવિશ્વાસ વિશ્વાસ
રાખવા માટે થેંક યુ.
મિત્રો
આવું ઘણું બધા સાથે કઈક ને કઈક નાનું મોટું થયું જ હોય, એ સમયે બસ એક અરીસા માં જે
દેખાય છે ને એ માણસ શિવાય બીજા કોઈએ સાથ
ન આપ્યો હોય. આ બધી પરિસ્થિતિ બહુજ નાની નાની હોય એટલે આના માટે આપણને કોઈ અવોર્ડ ન
આપે કે કોઈ આપણા ઈન્ટરવ્યું પણ ન ગોઠવે કે બોલો ભાઈ તમે જીવન માં કેટલું સ્ટ્રગલ
કર્યું છે? કોઈ આપણને Appreciate કરે કે ન કરે આપણી ફરજ છે આપણી કદર કરવાની, તો આજે તો એક વાર શાબાસી આપી જ દયો તમને.
અને હા જિંદગી તો બધા
કાઢે જ છે પણ આપણે તો એને જીવવાની છે. તો
બસ તમારું મન કહે તો એનું માનો એને ખુશ કરો અને ક્યારેક એ શક્ય ન હોય તો એને સોરી
અને થેંક યુ કહીને એનો અભાર માનવાનું ન ભૂલતા હો. અને એક સુવિચાર “Working
on yourself is not selfish” આપણી ફરજ છે જે માણસ અરીસા માં દેખાય છે એને ખુશ રાખવાની. બસ આપણી
ખુશી બીજા ને હેરાન ન કરતી હોવી જોઈએ. બાકી પછી બીજા જે કહે એ એમનું કામ છે એ
ધ્યાન માં લેવાની જરૂર નથી આ વાત પર શરૂવાત એક ગીત થી કરી છે તો હવે છેલ્લે પણ એક
સરસ ગીત ની લાઈન.
“કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કેહના
છોડો બેકાર કી બાતો મેં કહી બીત ના જાયે રૈના”

Excellent blog.. Supperb
ReplyDeleteVary true we firstly thanks to our self then to others
ReplyDeleteGreat!
ReplyDeleteVery nyc
ReplyDeleteThat's very nice things,we should be able to know your self....😆😆
ReplyDeleteNice thought
ReplyDelete