બીજા શું કહેશે ? બસ આ જ છે DEPRESSION

      
         બધા દેશ ની મુખ્ય સમસ્યાઓના લીસ્ટ બાર પડતા હોઈ છે એમાં આવે ગરીબી, બેરોજગારી, આતંકવાદ ઘણું બધું પણ મને લાગે આ બધા થી વધારે અસર કરતી જો કોઈ સમસ્યા હોઈ તો એ છે depression(હતાશા). મેં જોયું છે કે આ વસ્તુ માણસને અંદરથી ખાઈ જાય છેએને જીવન બોજા સ્વરૂપ લાગવા મંડે છે. આપણે આજુ બાજુ માં જેને જોઈએ તે બધા હતાશાથી ભરેલા જ જોવા મળે છે.


           કોઈ ટેન્શનમાં હોય અને આપણે કારણ પૂછીએ ને એટલે  એવા કારણ આપે કે પરિક્ષા માં નાપાસ થઈશ તો ઘરે મોઢું કેમ બતાવીશ? બધા રીલેટીવ શું કેશે? અમુક ની જોબ છુટી ગઈ હોઈ કોઈપણ કારણો થી તો એમ વિચારે યાર બધા ને શું જવાબ આપીશ? મારા ફ્રેન્ડસ ને એ બધા શું વિચારશે? વગેરે વગેરે. અરે યાર,બસ આજ વિચારવાનું? ”બીજા શું કહેશે આતો આમાં એક બે સમસ્યા જ મેં લખી આવી તો કેટલીયે સમસ્યા હોઈ જેમાં ટેન્શન નું કારણ એક જ હોય કે બીજા શું કહેશે! એ વિચારવા કરતા જો આપણે જે થયું એ સ્વીકારી અને આગળ વધીએ અને મહેનત કરીએ ને એટલે પરીસ્થિતિ સુધરી જ જાય.બીજા નું વિચારવાથી કઈ જ ન થાય.


              ઘણા એમ પણ કેતા હોઈ કે મને કોઈ સમજતું જ નથી, હા એમની આ વાત સાચી છે કારણકે મેં એપણ જોયું છે કે આજ કાલ મમ્મી પપ્પા ને એમનું બાળક પેલે થી અભિમન્યુની જેમ તૈયાર જ જોઈએ છે અમુક વસ્તુ ન આવડે કે કઈ ભૂલ થાય એટલે સમજવા ને બદલે ખીજાવા મંડે કઈ ભાન નથી પડતી આમ ને તેમ. આવી નાની નાની બાબતો માં આવું કરે એટલે છોકરા ઘરે કહેતા બીવે કે પેપર સારું નથી ગયું. પછી કહી ન સકે એટલે મન માં મુંજાય અને હતાશ થઇ જાય. અને જયારે ખબર પડે કે રીસલ્ટ નબળું આવ્યુ ત્યારે પેરેન્ટસ એમ કહે કે અમારા માટે  નથી કેતા કે ભણો આ બધું તમારા માટે છે આવો ગુસ્સો કરે આ ગુસ્સા ની પાછળ કયાંક મમ્મી ની બીક હોઈ કે બાજુ વાળા પૂછશે રિસલ્ટ તો શું કઈશ? આ વાત માં પણ કયાંક ને ક્યાંક બીજા લોકો કારણ છે આપણી હતાશા ના.


               આપણે મસ્ત તૈયાર થઇ ને જતા હોઈ કોઈ પાર્ટી માં ને. કોઈક કહે શું પહેર્યું છે આ? કેવું લાગે છે સાવ, એટલે આપણે હતાશ થઇ જઈએ આમાં વાક આપણો જ છે આપણે શું કામ દુખી થવા નું? શક્ય હોઈ કે એમને એ કલર ન ગમતો હોઈ. શક્ય છે એમનો સ્વભાવ જ એવો હોઈ એમને કોઈનું સારું બોલતા આવડતું જ ન હોઈ. એ જે હોઈ એ આપણે એના લીધે દુખી થાયે એ આપણો જ વાક કહેવાય.


        અમારા સર એ એક મસ્ત વાત કહી હતી કે કોઈ તમને કઈક ખાવા માટે ઓફર કરે અને તમને ન ભાવતી વસ્તુ હોય તો તમે શાંતિ થી ના પાડો.હવે એનો મતલબ એમ કે આપણું મન હોય આપણને ભાવતી વસ્તુ હોઈ અને આપણને ચાલે તેમ હોય, આપણી હેલ્થ ને નુકશાન ન થાય એમ હોઈ તોજ આપણે ખાઈએ છીએ બરાબર ને?? તો પછી જીવન નું આવુજ છે બીજા  ભલે ને જે કહે એ. એણે કઈ દીધું હવે તમારે વિચારવાનું છે કે એણે કીધું એ તમારા માટે જરૂરી છે કે નહી?ઠીક લાગે તો એ વિચાર રાખવાનો બાકી જવાદો ફેકી દો એ વિચાર ને. કારણકે આ ના લીધે મગજ તો બગડે જ છે આપણો. સાથે આપણી  હેલ્થ પર પણ બોવ ખરાબ અસર થાય છે.


        Depression(હતાશા) નું કારણ એજ કે આપણું ધાર્યું કામ ન થાય.અને આપણી ધારણા જ એવી હોઈ કે જલ્દી બધા ને બતાવી દવ કે હુ શું છુ! હું આમ ને હું તેમ. ગામ ને બતાવાની ધારણા રાખીએ પછી એવું ન થાય એટલે આપણે હતાશ થઇ જઈએ. આપણને ક્યારેક આવું પણ થાય કે દુનિયામાં કોઈ સહકાર નથી આપતું બધા સલાહ જ આપે છે. હા એ સાચું છે અને એ સ્વીકારવાનું જ છે. હતાશ થવાથી બચવું હોઈ ને તો બીજા સાથે સરખામણી કરવાની  ટેવ તો કાઢવી જ જોશે. આપણે ક્યાં છીએ અને ક્યાં પોચવું છે એ જ જોવાનું. બીજા શું કહશે? એ એમનો પ્રશ્ન છે આપણો નહિ બસ ધ્યાન રાખવાનું કે આપણું કોઈ પણ કામ બીજા ને નુકશાન કરતુ હોવું જોઈએ નહિ.


      છેલ્લે એક સરસ અંગ્રેજી માં લખાયેલો સુવિચાર લખું છુ Remind yourself  that it's OK not to be perfect”. રોજ એક વાર આપણી જાત ને આ વાક્ય કહેવું જોઈએ.અને યાદ રાખવું જોઈએ આપણે દુનિયામાં જીવવા માટે આવ્યા છીએ.નહિ કે કોઈ ને બતાવી દેવા કે,કોઈ ને સાબિત કરી દેવા કે કોઈ પણ નાની નાની વાત માં હતાશ થવા.




Comments

  1. Wow...superb....👌👌👌👌👌👌👌

    ReplyDelete
  2. જીવન ના રંગો માં પણ બીજા સબટોપીક find કરો તેમાં એક વાર લાખો સારું લખી શકશો

    ReplyDelete
  3. http://kirtibaid.blogspot.in/
    Read this Blog

    ReplyDelete

Post a Comment