પ્રતીષ્ઠા કરતા વધુ મહત્વ
મહેનત, પુરુષાર્થ ને આપવું જોઈએ. આજનું Title ગળે
ઉતરે આવું છે નહી.કારણકે બધા ને પર્તીષ્ઠા બહુજ વ્હાલી હોય છે.પણ મહેનત કરવી બહુંજ
ઓછા લોકો ને ગમે છે.અને એ તો સ્વાભાવિક છે. કોણ એવું હોય કે જેને પોતાની પર્તીષ્ઠા
વધારવાનો શોખ ન હોઈ. બધા ને હોય જ. મને પણ છે.આજે આપણે કોઈ નાના બાળક ને પૂછીએ ને
કે બેટા તારે મોટા થઇ ને શું બનવું છે? તો
કેશે એકટર, ક્રિકેટર,ડાન્સર વગેરે વગેરે.. અમુક લોકો આ વાત ને એવી રીતે જોડે છે કે એ બાળક
નો ઇનટ્રેસ્ટ છે.પણ ના, આ કોઈ ઇનટ્રેસ્ટ હોઈ આવું તો મને લાગતું નથી. આ બધી એક મહત્વકાંશા
છે. પર્તીષ્ઠા મેળવવા ની.બધા ને એવુજ છે કે જલ્દી બતાવી જ દવ કે જોવ હું પણ કઈ કમ
નથી. પણ એક વાર ખાલી સરખો વિચાર કરશું ને તો એક વાત સમજાશે કે આ જલ્દી પર્તીષ્ઠા
મેળવવા ની ઈચ્છા છે ને એજ આપણને વાંરવાર દુખી કર્યા છે. આ ઈચ્છા જ છે જે આપણને
જીવન ની એક ક્ષણ પણ સંતોષ થી માણવા દેતી નથી.
બધા ને ઈચ્છા હોય જ છે
કે જીવન માં એક કામ તો કઈક અલગ કરી ને બતાવીએ ક્યાંક તો આપણું નામ થાય. બધા મને
ઓળખે, બધા મને માન આપે. હા આવી ઈચ્છા હોય એ એકદમ સ્વાભાવિક વાત છે. થવું જ
જોઈએ એમાં કઈ જ ખોટું નથી. પણ એક વાત આપણે ભૂલવી ન જોઈએ કે "પુરુષાર્થ આપણા હાથ માં છે, જયારે
પર્તીષ્ઠા લોકો ના હાથ માં છે". અને
જે વસ્તુ આપણા હાથ માં જ નથી એ વસ્તુ પાછળ જો દોડશું તો કઈ રીતે સુખી થશું??.
પર્તીષ્ઠા
એ સખત પુરુષાર્થ નું પરિણામ છે. આ વાક્ય મેં ક્યાંક વાચ્યું તું સારું છે અને
સાચું પણ છે.પણ અમુક અંશે મને આ વાક્ય ખોટું લાગે છે. આપણે રીયલ લાઈફ ના જ અમુક
ઉદાહરણ જોઈએ. એક ફિલ્મ એક્ટરએ પોતે મીડિયા સામે એક વાત સ્વીકારી છે કે એણે એકવાર
બેસ્ટ એક્ટર નો અવોર્ડ ખરીદ્યો હતો.એને અવોર્ડ એની એક્ટિંગ કે આપણા વોટ પર નહી પણ
એના પૈસા ના દમ પર મળ્યો હતો. તો હવે આ વાત પર થોડું વિચારીએ તો પેલો સુવિચાર સહેજ
ખોટો લાગે. કારણકે અમુક જગ્યાએ આવું પણ હોય કે પર્તીષ્ઠાને લોકો ખરીદી લેતા હોય
છે. એ એક્ટર ખુબ સારા વ્યક્તિ કહેવાય કે એણે આ વાત સ્વીકારી લીધી. કદાચ સ્વીકારી ન
હોત તો કોણ એને ત્યાં પૂછવા જવાનું હતું? અને
કોણ ત્યાં સાબિત કરવા જવાનું હતું.પણ મિત્રો એક વાત છે, પુરુષાર્થ વિનાની
પર્તીષ્ઠા માં સંતોષ ન મળે હો.
આ
પર્તીષ્ઠા વસ્તુ જ એવી છે એ આપણા હાથ ની વાત છે જ નય પછી ભલે ને આપણે ગમે એટલા
મોટા અને હોશિયાર વ્યક્તિ હોય. હમણાં થોડા દિવસ પેલા જ વિરાટ કોહલી ને બધા
કેટલું માન આપતા હતા અરે અમુક ન્યુઝ વાળા એતો એનો ફોટો બાહુબલી જેવો બનાવ્યો
અને બતાવતા હતા કે જો આ ક્રિકેટ નો બાહુબલી અને અચાનક,આપણી
મેચ હતી પાકિસ્તાન સામે એમાં આપણે હારી ગયા તો કોહલી ભાઈ બધા માટે વિલન બની ગયા
અમુક તો એવી વાતો પણ આવી કે મેચ ફિક્ષ હતો.
પછી અમુક વાર પર્તીષ્ઠા નું એવું પણ
હોય કે જે પરુસ્થીતી બધા માટે ખરાબ હોય એ કોક માટે સારી પણ સાબિત થાય. હવે એ મેચ ની
જ વાત કરીએ,પાકિસ્તાન સામે આપણો મેચ. અને બધા ને ઓવર કોન્ફિડન્સ કે આપણે જ
જીતશું. અને કેવા હારી ગયા બહુજ દુખ થયું હશે બધા ને 180 એ કોઈ
હારતું હશે યાર. મોટા મોટા અનુભવી ખેલાડી ઓ પણ ન ચાલ્યા. એટલે આ પરીશ્તીતી એ લોકો
માટે ખરાબ સાબિત થઇ. દેશ ના લોકો પણ દુખી થયા કે નાની મોટી હાર નહી પણ આ 180 રન? આ
પચાવવું કોઈ માટે સહેલી વાત નહતી. પણ આ પરીશ્તીતીમાં એક માણસ જે આપણા બધા નો હીરો
બની ગયો. એ આપણા હાર્દિક પંડયા ભાઈ.આ મેચ ભલે ગમેએવો હતો પણ પંડયા ભાઈ માટે ખરેખર
લકી સાબિત થયો.એ આપણા હીરો બની ગયા. અને સામે જાડેજા ભાઈ વિલન બની ગયા.
એટલે
તારણ તો વાત પર થી એટલું કાઢી શકાય કે. એક મેચ જાડેજા ને વિલન અને પંડયા ને આટલો
ફેમશ બનાવી શકે છે. હવે એકાદ મેચ માં જાડેજા સારું રમશે તો લોકો ભુલી જશે અને પાછો
જાડેજા ને હીરો બનાવી દેશે. આ લોકો એટલા મોટા લેવલ પર રમતા હોય એટલે આપણા ધ્યાન
માં આવે આ બધું. બાકી આપણી આજુ બાજુ માં પણ આવું થતું જ હોય. જો લોકો ને ફાયદો થશે તમારા થી તો વાહ વાહ કરશે
બાકી. એમને માન ફાવશે એવું એ બોલશે.
પણ કહેવાય છે કે "સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ જ નથી"
એ રીતે આપણે જે પણ જોઈએ છે એ મેળવવા આપણે મહેનત કરવી જોઈએ. જેથી સંતોષ મળે.મહેનત
કરશું તો પર્તીષ્ઠા આપો આપ આવશે આપણને ગોતતી. પણ જો ખરેખર કોઈ પણ માણસ ફક્ત
પર્તીષ્ઠા મેળવવા માટે કોઈ કામ કરતો હોય ને તો એણે અત્યારે જ એ કામ મૂકી દેવું
જોઈએ. કારણકે પર્તીષ્ઠા લોકો ના હાથ માં છે. કયારેય તમને તમને જેવી પર્તિષ્ઠા જોઈએ
છે એવું 100%
બીજા લોકો પાસે થી નહિ જ મળે. અને ફક્ત પર્તિષ્ઠા મેળવવ માટે કરેલું
કામ માંથી ફ્ર્સટેશન સિવાય બીજું કઈ જ મળે. તો બસ જલસા કરો અને મસ્ત જીવો જે જોઈએ
એ મેળવવા બનતી મહેનત કરો. ગીતા માં કહ્યું છે કર્મ કરો ફળ ની ઈચ્છા ના રાખો એનો
અર્થ કદાચ આજ છે. આમાં કોઈ સન્યાશી બનવાની તો વાત જ નથી બસ એક ફોર્મુલા છે સફળતા
સાથે સુખ ને પણ માણવાનો.

Comments
Post a Comment