આપણે જોઈએ જ છીએ
કે આજુ બાજુ
માં બધા દુખી જ દેખાય છે. બધા ને કઇક ને કઇક ખૂટતું જ હોઈ છે. કયારેક આપણા
ઘરે કોઈ આવે ને વાત કરતા હોઈ તો એક જ વાત ચાલતી હોઈ દુખ ની, અમે એટલું સહન
કર્યું છે અમે માંડ માંડ દિવસો કાઢ્યા ને ઘણું. હા આપણે સમજી શકીએ કે દુખ આવ્યું
હોઈ એતો ખરેખર જેમના પર વીતી હોઈ ને એને જ ખબર હોય. કે કેવી કેવી પરીસ્થિતિ ઓ એ
લોકો એ જોઈ હશે. કદાચ એમને સહન કર્યું પણ હશે.
પણ
અત્યારે આપણે ક્યારેક એવી એવી વાત માં દુખી થતા હોઈ જેનો કઈ જ મતલબ ન હોય. કોક નું
વિચારી ને દુખી થઇ જાયે. એક છોકરી મસ્ત તૈયાર થઇ ને જતી હોઈ અને એના
થી વધુ સારી કોઈ દેખાય કે બીજું કોઈ એના વખાણ કરે એટલે પેલી દુખી.કોક કુટુંબ માં
એક ભાઈ ને ઘરે ઓટોમેટીક વોશિંગ મશીન આવે તો બીજા ભાઈ ની ઘરવાળી દુખી થઈ જાય કારણકે
એના ઘરે મશીન તો હોઈ પણ ઓટોમેટીક ન હોય. આપણા છોકરા કરતા બાજુવાળા ના છોકરા
ને વધુ માર્ક આવે એટલે આપણે દુખી.
હમેશા
કોક નું જોઈ ને કોક ની સાથે સરખામણી કરી ને દુખી થયા જ કરીએ.મેરેજ પછી પણ આવું જ થતું
હોઈ નવા નવા મેરેજ થાય તો છોકરી ઓ જબરી ડીમાંડ કરે તમે આમ નથી કરતા ને ફરવા નથી લઇ
જતા ને મારે તો આવુજ ને આખી જિંદગી, એને એના હસબન્ડ થી વાંધો ન હોઈ એને તો
એની ફ્રેન્ડ નો હસબન્ડ જે મહીને એક લાખ કમાતો હોઈ અને ઓલી ને ફરવા લઇ જતો હોઈ એ
જોઈ ને દુખ થતું હોઈ એટલે એના લીધે એના ઘર માય જગડા ચાલુ કરે. આ બધા કોઈ દુખ નથી આ
તો માત્ર ને માત્ર આપણી ગેરસમજ છે
બધા ની પરિસ્થિતિ
સરખી ન હોઈ અને બધા ના નસીબ પણ. આ વાત ને આપણે સમજવાની છે. અને એવુ નથી કે આ
દુનિયા માં દુખ જ નથી દુખ તો છે જ. ઘણા એવું પણ માનતા હોઈ કે દુખ જેવું કઈ છે જ નય
એતો જે
દુર્બળ હોઈ એ રોયા કરે. પણ ના આવું નથી જેમ કે રામાયણ માં જયારે
લક્ષ્મણ ને ઇન્દ્રજીત ધ્વારા બાણ લાગી જાય છે, ત્યારે લાખ પ્રયત્નો પછી પણ એ ઉઠતા જ નથી
ત્યારે જગત નો નાથ કેવાય જે. જેણે
પોતે આ દુનિયા નું નિર્માણ કર્યું છે એવા શ્રી રામ કેટલો વિલાપ કરે છે. એને શું
જરૂર છે રોવાની એને તો ખબર જ છે કે દુનિયા નાશવંત છે જે આવ્યા છે એને જવાનું જ છે
પણ એક બીજા પ્રત્યે ની
લાગણી છે એ તો.
આ
વાત પર થી એમ કહી શકાય કે હા જયારે કોઈક આપણું સ્નેહીજન હોઈ એમને
કઇક થાય તો દુખ તો આપણને થાય જ. અને જો ત્યારે દુખ ન થાય ને તો સમજવું કે સબંધ
જેવું કઈ હતું જ નહિ એ બધા દેખાવ હતા. ક્યારેક ખુબ મહેનત પછી પણ કામ ન થાય
તો દુખ તો થાય જ છે. જયારે કોક આપણું સગુ હોઈ એ પૈસા કે આવા ઘણા કારણો થી આપણને
દગો દે તો દુખ થાય છે. કોક ને પ્રેમ માં દગો મળે કે પછી કોક પણ કારણો સર એનો પ્રેમ
એને ન મળે તો દુખ તો એને થાય જ છે. હા આ બધા કારણો સમજી સકાય કે આવું કઈ થાય તો
જીવન થોડું અઘરું બની જાય. પણ આખી જિંદગી એને પકડી ને રોવાતું તો નથી ને.
જે
થયું તે થયું. બે ઘડી દુખ થાય પણ આગળ તો વધવા નું જ છે મરી નથી જવાનું.હા નિષ્ફળ
ગયા તો શું? અનુભવ
તો મળ્યો ને. પ્રેમ ન મળ્યો તમારો કઈ વાંધો નહિ કદાચ એ તમારા લાયક નહિ હોઈ.
હવે એનો સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ભુતકાળ હતું એ ગયું હવે ની
જિંદગી તો મારી જ છે ને આવું વિચારી ને મસ્ત જીવવા નું.
પણ
ખરેખર સાચું કવ તો ફકત પાંચ ટકા લોકો આવા હશે કે જે ખરેખર આવા કોઈ કારણ થી દુખી
હશે બાકી બધા બધા ના કારણો તો મતલબ વગર ના હોય જેમ કે. મારી પાસે સેમસંગ છે મારા
ફ્રેન્ડ પાસે આઇફોન છે. મારો ઘરવાળો વિશ હજાર કમાય મારી ફ્રેન્ડ નો ઘરવાળો પચાસ
હાજર કમાય.મેં દસ વર્ષ સાસુ સસરા ને સાચવ્યા મારી દેરાણી એ ત્રણ વર્ષ જ સાચવ્યા.
મારા ભાઈ નો છોકરો ડોક્ટર છે મારો છોકરો ધંધો કરે. અમારા ઘરે અલ્ટો છે બાજુ વાળા
ના ઘરે ઓડી છે.ઓલા બેન ની છોકરી સરસ રૂપાળી છે તો એને તો જોયે એવું મળશે મારી
છોકરી એના જેવી નથી એટલે એણે થોડું જતું કરવું પડશે. આ એક નહિ આવા તો કેટલાય હજારો
કારણો હોઈ છે આપણા દુખ ના પણ સાચું કવ આ બધું દુખ નથી આ તો આપણી ગેરસમજ છે.
બધા ના જીવન માં
દુખ અને સુખ હોઈ જ છે જો આપણે આમ કોક નુજ જોયા કરશું ને તો કોઈ
દિવસ સુખી નહિ થઇ શકીએ. આપણે કોક ને જોવા કરતા કોક ની સાથે સરખામણી કરવા કરતા આપણા
માં કઈક ડેવેલોપ કરશું ને તો ઘણો ફાયદો થશે આપણા છોકરાવ ને
બીજા ના છોકરા સાથે સરખાવવા કરતા એમના માં કઈક નવું જોવ એક
વાર જોવ તો ખરી કઈક તો અલગ મળશે જ. જરૂરી ન હોઈ બધા ના છોકરાવ ને ૯૦% જ આવે. જરુરી
નથી બધી છોકરી ઓ ને ખુબ પૈસા વાળા ઘર નુજ સાસરું મળે અને
કદાચ મળી પણ જાય તો એતો કોઈ લોસ જાય વડી ક્યારેક તો પૈસા તો વય પણ જાય, પણ
જો એના માં સંસ્કાર હશે ને, એના
માં confidence હશે ને તો એ ગમે
તેવી પરીસ્થીતી નો
સામનો કરવા સક્ષમ હશે. અને ખરા અર્થ માં એ જીવી શકશે બાકી એ પણ ગેર સમજ નો વજન
માથે ઉચકી ને દુખી થયા કરસે અને પોતાને દુખી માની રોયા કરશે.
હવે આપણે જ નક્કી
કરવાનું છે અને આપણે જ દુખ અને ગેરસમજ વચ્ચે નો ભેદ જાણવા નો છે. ખાલી આટલું સમજાય
જાય ને તો પણ ઘણો ફર્ક પડશે.એટલે જ કોઈક એ કહ્યું છે
"જિંદગી
ની સાદી વાતો અસાધારણ હોય છે એને શાણા માણસો જ એને સમજી સકે છે"
Column name: જીવનના રંગો
Newspaper: પ્રજા આક્રોશ
Column name: જીવનના રંગો
Newspaper: પ્રજા આક્રોશ

Exactly superb ����������
ReplyDeleteU r also saaniiii��������
Nice post hetal
ReplyDeleteTrue....
ReplyDeleteWe all have some regrets for something we haven't.....
And Comparison with others creates this Disappointment /Sorrow
Heart touching story
ReplyDeleteThat's very nice thoughts about life..... Keep it up 😊😆😇
ReplyDeleteGreat attempt....keep doing, keep learning, keep growing....
ReplyDeleteWill wait for next blog