આજ કાલ ના દરેક
વડીલો નું એક સપનું છે ખબર છે ક્યુ?? ચાલો વિચારો થોડું,કે ક્યુ હશે!થોડું
વિચારશો એટલે તમને થશે કે છોકરાવ ને ભણી ગણિ ને મોટા કરવાનું? કે પછી છોકરા ને સારી નોકરી અપાવવાનું? કે પછી છોકરી માટે સારા માં સારું સાસરું ગોતવાનું? હા, કદાચ તમે આ બધું વિચારતા હોઈ તો 100% સાચું જ વિચાર્યું પણ, હું એ થી પણ વિષેશ એવા એક સપના ની વાત કરું છું અને એ સપનું છે "આપણા
મોબાઈલ ને સળગાવી દેવાનું" થોડી હસી શકાય એવી વાત છે પણ છે સત્ય.
આપણે લોકો રોજ
કેટલાય લોકોના મોઢે સાંભળતા હશું કે આ મોબાઈલએ તો ઓટલો વાળ્યો છે. મોબાઇલ ના લીધે
છોકરાવ બગડે છે.ને છોકરીઓ બહુ છૂટ માં આવી ગઈ છે ને આમ ને તેમ.હા કદાચ અમુક અંશે એ
લોકો સાચા હોઈ શકે.પણ જે રીતે બધી વાત માં મોબાઈલને આપણે દોશી માનીએ છે.જે રીતે
ગમે તે ઘટના ની પાછળ મોબાઈલ નો વાંક કાઢીએ છીએ એ વસ્તુ મારા મત મુજબ તો વ્યાજબી ન
જ કહેવાય.
ઘણા લોકો એમ પણ વાતો કરતા હોય છે કે આજ કાલ તો નાના નાના ટાબરીયા પણ હાથે
મોબાઈલ ખોલી ને ગેમ રમતા હોય છે. બોવ હોશિયાર થઈ ગયા છે કોઈ ને કાઈ શીખવાડવું પડે
એમ નથી.જો એક રીતે આ વાત માં કાઇ તર્ક હોઈ એવું મને લાગતું જ નથી. અરે એતો છોકરાવ
નાના હોઈ અને એમની સામે આપણે જે પણ વસ્તુ રાખીએ એ શીખવાના જ છે ને.આપણે નાના હતા
ત્યારે ટીવી નવા આવ્યા હતા એટલે આપણે રિમોટથી આપણી મનગમતી ચેનલ ચાલુ કરતા,એ જોઈ ને આપણે આપણા મમ્મી-પપ્પા ને સ્માર્ટ લાગતા કારણકે
ત્યારે હજુ એ નવું નવું હતું અને આપણે એમને જોયા હોઈ ટીવી ચાલુ કરતા ને બંધ કરતા એ
જોઈ ને શીખ્યા હોય એમાં બીજું કાંઈ ન હોઈ. અને આપણા વડીલોને ટીવી પણ ભાગ્યેજ જોવા
મળ્યું હોઈ એટલે એ લોકો પાચીકા ને લખોટી માં માસ્ટર હોય.એટલે આમાં તારણ તો એટલુંજ
છે કે જે જોયે એ શીખીએ. જેવો સમય હોય એ પ્રમાણે શીખવુજ જોઈએ. બાકી આપણે જ સમયના
પરિવર્તનથી પાછળ રહી જઈએ.
આજે ટેક્નોલોજી ઘણી આગળ છે અને એના અગણિત ઉપયોગ છે. મને જ્યારે પણ મન થાય કઇ
પણ નવી રસોઈ શીખવાનું તો મોબાઈલ માં ફક્ત એક સર્ચ કરવાથી કોઈ પણ રેસીપી ખૂબ જ સરળ
રીતે શીખી શકુ છૂ.અરે એવું તો ઘણું બધું જે તમારે શીખવું હશે તે તમને મળી જશે.અને
આટલું જ નહીં બધા કહે છે ને કે આ ફેશબુક ના લીધે બધા બગડે છે.તો તમને એક વાત જણાવી
દવ, કદાચ ઘણા લોકો ને ખબર જ હશે કે.તમે તમારા નાના મોટા
કોઈ પણ બિઝનેશ ને ફેશબુક માં મોટો કરી શકો છો.જો કોઈ બહેન સારા પાપડ બનાવી સકતા
હોય તો એ એમનું આ ટેલેન્ટ ઇન્ટરનેટ ના માધ્યમથી લોકો સામે લાવી શકે છે.આ પાપડ નું
તો એક નાનું એવું ઉદાહરણ છે. આવું તો ગમે તે તમારો જે શોખ હોય કે તમારો કોઈ નાનો
બિઝનેશ હોય .તો ઘર બેઠા ખોટા જાહેરાત ના ખર્ચા કર્યા વિના મોટા પાયે તમે તમારા
બિઝનેશ ને વધારી શકો છો અને તમારા ટેલેન્ટ ને લોકો સમક્ષ લાવી શકો છો.
અને હજુ વડીલો ને હંમેશા એક ફરિયાદ હોય છે કે
છોકરાવ આખો દિવસ મોબાઈલ માં પડ્યા રહે છે. આ ફરિયાદ સાચી છે તમારી. પણ એક કડવું
સત્ય આમાં એ પણ છે કે "આ જનરેશન ને ઓફલાઇન કાઈક ખૂટે છે
ને એટલે જ એ આખો દિવસ ઓનલાઇન રહે છે".ફરિયાદ એવી કરે બધા કે કોઈ દિવસ મોબાઈલ મૂકી ને
બાજુ માં બેસે પણ નય. મોબાઈલ લઈ દેવાનો જ નતો.પણ એક વાર એતો વિચાર કરો કે તમારી
પાસે બેસી ને પણ શું સાંભળે એ? એજ વાતો જે વર્ષો થી તમે કદાચ હજારો વાર કઈ જ દીધી છે. કે
અમે આમ જીવતા અમે એટલું સહન કર્યું ને.ફલાણા ભાઈ સાવ આવા છે ને ઓલા ભાઈ પાસે બેન્ક
માં એટલા પૈસા છે. ને ઓલા ભાઈ બે નમ્બર નો ધંધો કરે એટલે એના ઘરે ઓડી કાર છે ને
આવું તો કેટલુંય, આવું બધું કેટલીયે વાર સાંભળવા કરતા ઓનલાઈન રેવું કદાચ અમને
લોકો ને વધુ ગમે છે.હા કદાચ થોડું ખોટું લાગે પણ આ જ સત્ય છે. કંઈક સારી વાત કરો
કે સલાહ કર્યા વિના સહકાર ની એક વાત પણ કરો ને, તો છોકરા સામેથી આવશે તમારી પાસે બેસવા એમને પણ
મન થશે બેસવાનું કારણકે "માણસ હંમેશા ભાવ ના ભૂખ્યા જ હોય છે સલાહ
સુચન ના નહીં" પણ એને એજ મળૅ છે એટલે ઓનલાઈન રેવું વધુ પસંદ કરે છે કદાચ.
હમણાં જ એક પોસ્ટ વાંચી હતી મેં કે "દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબધ હું ને મારો
ફોન" મને બોવ જ ગમી કારણકે આ જ સત્ય છે. આપણા બધા નો બેસ્ટ
ફ્રેન્ડ આપણો મોબાઈલ જ છે ને.અમુક લોકોની મેંન્ટાલીટી તો એટલી વિચિત્ર થઇ ગય છે ને
મોબાઈલ વિશે કે, એ જે રીતે મોબાઈલ ના વાક કાઢતા હોય એ જોઈ ને લાગે કે
આં ભાઈ અને મોબાઈલ આગ્લા જન્મ માં ક્યાંક દેરાણી જેઠાણી તો નતા ને? અને હજુ એક વાત કે. રાતે કોઈ મોડે સુધી ઓનલાઈન
હોય તો જરૂરી ન હોય કે એ બીજા ખોટા કામમાં જ વ્યસ્ત હોય. શક્ય છે એ એમનું કઈક કામ
કરતા હોય અને કદાચ ઊંઘ ન આવતી હોય તો પોસ્ટ વાચતા હોય. ઘણા છોકરાવ ટ્રેન માં
મુવી જોતા હોય તો કોક વડીલ તરત જ બોલે આ છોકરાવ મોબાઈલ માંથી ઊંચા જ નથી આવતા પણ
મને એમ થાય એમાં શું ખોટું છે? ત્રણ કલાલ ટ્રેન માં એમ નમ બેસીને કોક ની વાતો કરવા કરતા એક
મુવી જોવું સારું. એટલે આમાં વાત તો એટલી જ છે કે જો કોઈ ને એવુ લાગતું હોય ને કે આ
મોબાઈલએ ઓટલા વાળ્યા છે તો યાદ રાખજો કે "વાક મોબાઈલ નો નહિ વાંક આપણા વિચારોનો છે".
આટલું
બધું મોબાઈલ વિશે લખ્યા પછી એવું ન માનતા કે હું મોબાઈલ ની કોઈ વકીલ છુ. પણ આ એક
હકીકત છે. અને હા એક વાત યુવાનો એ પણ સમજવાની છે કે મોબાઈલ ની દુનિયા કાલ્પનિક છે
એની પાછળ આપણે વાસ્તવિક દુનિયાનું મહત્વ ન ભૂલવું જોઈએ.કહેવાય છે"TOO-MUCH IS POISON" ને એ પ્રમાણે મોબાઈલ નો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ વધુ પડતો
અને ખોટો ઉપયોગ કરશું તો આપણી જિંદગી જ ઝેર સમાન થઇ જશે.અને હા ! યાદ રાખજો મિત્રો
કે જ્યારે આપણે બીમાર હસું ત્યારે દવાખાને ફેશબુકના એક હજાર ફ્રેન્ડસ નહીં પણ
આપણા ઘરના ત્રણ ચાર લોકો જ હશે આપણી સાથે.તો બસ આજ કેવાનો મતલબ હતો કે થોડું બધા
સમજીએ અને કોઈ પણ વસ્તુ નો સાચો ઉપયોગ કરતા શીખીએ નહિ કે ખોટા વાંક કાઢીએ.

Excellent 👏👏
ReplyDelete100% True
ReplyDeleteSuperb👌👌👌👌
ReplyDelete