ભૂલ થવી એ સ્વાભાવિક છે,ચાલો ને ભૂલી ને આગળ વધીએ


        “માણસ માત્ર ભૂલ ને પાત્ર” આ કહેવત બધા એ સાંભળી જ હોય. પણ કદાચ  બધા એ સમજી નથી ઘણા એ સમજી હશે પણ અમલ માં  લીધી હોય આવું લાગતું નથી. આપણે બીજા ની ભૂલ ને સ્વીકારી નથી સકતા એ આપણી મોટી સમસ્યા છે. એવું એક જગ્યા મેં વાચ્યું હતું કે ”માણસ પોતાની ભૂલ નો વકીલ બને છે અને બીજા ની ભૂલ નો જજ બની જાય છે” આ વાત સાવ સાચી જ છે. કદાચ આ કારણ ના લીધે જ આપણને બધા ને આપણા સબંધો  બોજ જેવા લાગે છે અને આપણી જનરેશન ની ભાષા માં કવ તો એમ લાગે આ બધો લોડ છે એક બીજા નો ખોટે ખોટો,બધી ફોર્માલીટી છે. આવું ઘણા લોકો ના મોઢે સાંભળ્યું હોઈ.

        મને પણ આવુજ લાગતું કે સાચે કઈ છે જ નય આ બધું સાવ લોડ લઇ ને જીવવા જેવું છે.કોઈ કોઈ નું નથી આ દુનિયામાં. પણ નય હું ખોટી હતી દુનિયા એટલી ખરાબ પણ નથી. સબંધો કઈ બંધન જેવા નથી આ બધી સમસ્યા માત્ર ને માત્ર આપણી સમજણ ના અભાવ ને લીધે છે અથવા ખોટી ગેરસમજ છે જેના લીધે આવું થાય છે. આપણે બીજા ની ભૂતકાળ ની ભૂલો ને યાદ રાખી ને ભવિષ્ય ના સંબંધ પણ બગાડતા હોઈએ છીએ.

          મેં એક નાની વાર્તા વાચી હતી એક અંગ્રેજી પુસ્તક માં કે એક પતિ પત્ની સાથે રેતા હતા. એમને કોઈ સંતાન નતું બાર તેર વર્ષે પછી એક સંતાન નો જન્મ થયો એટલે બોવ લાડ થી એને સાચવ્યું એ બાળક એમની જિંદગી બની ગયું. બાળક પાંચ વર્ષ નું થયું. એક દિવસ પત્ની રસોડા માં હતી પતિ કઈક દવા પીતો હતો અને એને ફોન આવ્યો એટલે એ  ઓફીસે ચાલ્યો ગયો. એણે પત્ની ને કીધું ઓલી દવા મૂકી દેજે છોકરો રમે છે હું જાવ છુ.અરજન્ટ કામ આવી ગયું છે ઓલી એ હા પાડી એ હજુ રસોડા માં જ હતી ત્યાં તો આ બાળક એ દવા ની આખી બોટલ પી ગયો. પત્ની ગભરાય ગય એને દવાખાને લય ગય. ડોક્ટર એ કીધું હવે આ બાળક મરી ગયું છે સોરી. પત્ની ખુબ રડી એને દુખ હતું સાથે એવી એક બીક હતી કે પતિ ને શુ જવાબ આપીશ. એનો પતિ આવ્યો પત્ની ની નીચી નજર જોઈ ને એનો હાથ લીધો પોતાના હાથ માં ને કીધું “I LOVE YOU”. મને ખબર છે બાળક જેટલું મને વ્હાલું હતું એટલું તને પણ હતું તારો ઈરાદો કયારેય આવું કરવાનો ન હોઈ શકે જે થયું એ નસીબ હતા. પણ હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છે જેટલો પેલા કરતો હતો.આપણે જીવન ના સુખ નો સમય સાથે પસાર કર્યો છે. હવે આ દુખ આવ્યું છે એમાં પણ સાથે જ રેશું અને અને દુખ ને ભૂલવા નો પર્યત્ન કરશું પણ સાથે જીવશું એ નક્કી છે.
   
        કેટલી મસ્ત વાત સમજી શકાય આ વાત પર થી. પણ આપણે જોયે જ છીએ આજુ બાજુ માં કે બધું ઊંધું જ ચાલે છે. અરે, એવા લોકો પણ જોવા મળે કે એમના છોકરા છોકરી ના લગ્ન ક્યાંક નક્કી કરાવ્યા હોઈ કોઈક એ અને કોઈ પણ કારણો થી એ તૂટી જાય.  તો જેણે કરાવ્યું હોઈ એમની સાથે બોલવાના વેવાર પણ તોડી નાખે. આ વાત કેટલા હદ સુધી વ્યાજબી છે ભાઈ ?  એતો નસીબ ની વાત છે. કોઈ ના મન માં આવું ન હોઈ કે કોઈ ની જિંદગી બગાડે અને કદાચ એવું હોઈ ને તો પણ આપણે ચિંતા કરવા ની જરૂર નથી વિધાતા બધા ના હિસાબ રાખે જ છે કદાચ કોઈક ના મન નું ઝેર આપણને નય દેખાય પણ ભગવાન તો ઝેર નો હિસાબ ઝેર થી એને આપશે જ.

          આમાં વાત ખાલી એટલી સમજવા ની છે કે બધા થી ભૂલ થાય આપણા થી પણ.જયારે આપણા થી થાય ત્યારે એમાં થી કઇક શીખવાનું અને બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવાનું ખોટા અફસોસ કરવાથી કઈ નય થાય. અને બીજા ની નાની નાની ભૂલ હોઈ તો બને એટલું જતું કરવાનું એના માટે નય પણ આપણા મન ની શાંતિ માટે અને એની ભૂલ જો આપણને નડે એમ હોઈ તો એમાં ચાણક્ય નીતિ વાપરવાની એક વાર શાંતિ થી કઈ દેવાનું, બીજી વાર ચેતવણી આપવાની અને પછી એક્શન ટાઇમ. પણ યાદ રાખ જો મેં એમ કીધું એની ભૂલ આપણને નડતી હોઈ તોજ બાકી એને ઠીક લાગે તો એક વાર કેવાનું બાકી એની ઈચ્છા હોઈ એમ કરવા દેવાનું. એ એની મેળે ભૂલ કરશે પડશે, શીખશે અને આગળ વધશે છેલ્લે કયાંક વાંચેલો અને મને બહુ ગમ્યો એવો એક સુવિચાર લખું છુ.

“કુછ ઇસ તરહ મેને અપની ઝીંદગી કો આશાન કર લિયા
કિસી સે માફી માગ લી, કિસી કો માફ કર દિયા”


Column name: સમાજના શીખરેથી 
Newspaper: પ્રજાપતિ ગાથા

        

Comments

Post a Comment