કોઈ ખરાબ નથી, બધા માત્ર એક બીજા થી અલગ છે

      
                      આપણી આજુ બાજુ માં આપણે, ઘણા અલગ અલગ પ્રકાર ના લોકો જોતા જ હસું. કોઈ ના પણ સ્વભાવ સાવ એક જેવા તો ના જ હોય. કોઈ ને કોઈ રીતે બીજા લોકો આપણા થી અલગ પડતા જ હોઈ. અને બોવ બધા લોકો આવી ફરિયાદ કરતા હોઈ કે મને કોઈ સમજતું જ નથી.મારો પોઈન્ટ ઓફ વ્યુ કોઈ સમજવા માગતાજ નથી. મને કોક મારા જેવું મળે ને તો મજા આવે.જે મને સમજી શકે ને આવું બધુ

       આપણે બીજા બધા થી કઈ ને કઈ પ્રોબ્લેમ તો હોય જ. ભલે ને ખાસ ફ્રેન્ડ હોય આપણા. તો પણ કઇક તો એવું મળી જ જાય એમના  માં  કે જે આપણને ન ગમતું હોય. ઘણી વાર સાંભળ્યું હશે કે બધા  ને ફરિયાદ કરતા કે એ બોવ ઉતાવળો છે. કે પછી યાર એ બોવ બોરિંગ છે.કે પછી અમુક તો આવા કારણ પણ હોય કે યાર એ  સાવ લબાડ જેવો છે ક્યાય ફરવા ન આવે આખો દિવસ બૂક જ વાંચતો હોય. અમુક લોકો બોવ ફેશન વાળા હોય તો એવું કહે કે એ એના બાપ ના બગાડવા જ આવ્યો છે. અમુક ગર્લ્સ બારે મુવી જોવા ન આવે તો બીજી બધી એમ કેય એ સાવ નેરો માઇન્ડેડ છે. અને સામે જે મુવી જોવા જતી હોય એને આ એમ કેય કે ઓલી સાવ ખર્ચાળ છે ગામ ના છોકરાવ સાથે બોલતી ફરતી હોય.

          જો આ બધી તો છેને બધા ની અલગ અલગ પસંદ ની વાત છે. જે ને જેમ ગમતું હોય એમ કરે. બધા ની અલગ અલગ રીત હોય. લાઈફ પાર્ટનર ની વાત આવે ને એટલે મોસ્ટ ઓફ બધા એમજ કહે કે મારે તો એવું કોક જોઈએ જે મારા જેવું જ હોય પણ, કેમ આવું ? કોઈ આપણા જેવું કેવી રીતે હોય શકે સગા જુડવા ભાઈ હોય ને એ પણ એક બીજા જેવા ન હોય એમાં પણ ઘણો ફર્ક હોય છે.એમના સ્વભાવ માં એમની પસંદ મા.

             આપણે કદાચ પચાસ લેડીસ ને એક જ રસોડા માં એક સરખા જ મસાલા આપી ને એ જ સમયે શાક બનાવા નું કહીએ ને અને પછી ટેસ્ટ કરીએ ને તો ખ્યાલ આવે એક જ સરખા મસાલા એક જ સરખું વાતાવરણ અને એક જ સમયે બનાવ્યું હોવા છતાં એ બધા ના શાક માંથી અલગ અલગ સ્વાદ આવતો હોય.

             એટલે વાત તો ખાલી એટલી સમજવાની છે આમા કે ક્યારેક આપણને અમુક લોકો ના વિચાર ન ગમે એમની લાઈફ સ્ટાઈલ ન ગમે એમની વાત ન ગમે તો એવું ન વિચારી લેવું જોઈએ કે એ ખરાબ છે. પણ એ ખાલી આપણા થીઓ અલગ છે એ સમજવું જોઈએ. આ વાત કોઈ પણ રીલેશન માટે બહુંજ અગત્ય ની છે. એવું નય કે રીલેશન એટલે બોય ફ્રેન્ડ- ગર્લ ફ્રેન્ડ કે પતિ- પત્ની ની જ વાત છે. બધા જ રીલેશન માં આ સમજણ જોશે જ. બાકી તો આપણા મમ્મી-પપ્પા પણ આપણને ખોટા જ લાગશે. અને એક જગ્યા એ પ્રેમ ની બહુજ મસ્ત વ્યાખ્યા વાચી હતી કે “ પ્રેમ એ નથી જેમાં તમેં એક બીજા માં શું સરખું એ ગોત્યા કરો પણ પ્રેમ તો એ છે જેમાં તમે એક બીજા ની અલગ અલગ વસ્તુ ની કદર કરોજો આ વાત સમજાય જાય ને તો ક્યારેય આપણે આપણા કોઈ પણ રીલેશન માં એવી ફરિયાદ નહિ થાય કે મને કોઈ સમજતું નથી.

          અને હજુ એક બહુજ અગત્ય ની વાત કે ક્યારેય બીજા લોકો આપણા થી વધુ સફળ હોય કે આગળ હોય તો આવું નય એમ માની લેવાનું કે એમની વાત સાચી જ હશે. એતો સમય અને થોડી એવી સીબ ની પણ વાત છે.મેં અમુક પેરેન્ટ્સ ને આવું કરતા પણ જોયા છે કે કોક વધુ હોશિયાર હોય કે પછી એમના જ બે છોકરા માંથી એક વધુ હોશિયાર હોય તો આવું બોલતા હોય કે. બધી આંગળી સરખી થોડી હોય, હા આ સાચું પણ સાથે એ પણ સમજવાનું છે કે એમાંથી કોઈ પણ આંગળી નકામી જરાય નથી. એતો જયારે જેનો સમય આવશે ત્યારે એનો ઉપયોગ થશે જ.



Column name: જીવનના રંગો
Newspaper: પ્રજા આક્રોશ 



Comments

Post a Comment