ચાલો ને થોડું એક બીજા માટે જીવી લઈએ, નહિ કે એક બીજા ને ઈમ્પ્રેસ કરવા માટે

                

       આજ કાલ આપણે જોઈએ જ છીએ કે બધા એક બીજા ને ઈમ્પ્રેસ કરવા માજ પડ્યા હોઈ છેપણ કોઈ એક બીજા નું વિચારતા નથી બધા પોત પોતાની બડાઈ જ કરતા હોઈ છે. મારી પાસે આ છે ને મારી પાસે તે છે મારો છોકરો ડોક્ટર છે અને મારી છોકરી બહુજ પૈસા વાળા ઘર માં સાસરે છે. મારા પપ્પા કલેકટર છે. મારા કાકા મોટા બિઝનેશ મેંન છે. હું આમ ને હું તેમ મારી પાસે આવું ને  મારી પાસે તેવુંપણ કોઈ ને એક બીજા ને સમજવા નો સમય નથી.

                   બીજા ને કેમ ઈમ્પ્રેસ કરવાશું બોલીએ અને એવું શું કરીએ જેથી બીજા ઈમ્પ્રેસ થાય બસ આજ વિચારવાનુંપણ ક્યારેય બીજા ને સમજવા ની Try તો આપણે કરતા જ નથી. જેમ કે આપણે જોયું હશે કોલેજ મા અમુક લોકો કોમેન્ટ મારવા માં હોશિયાર હોઈ એ બધા ને હસાવતા હોઈહા સારું છે સારી વાત છે આવડત છે એની એ ,પણ ક્યારેક એ માણસ દસ લોકો ને હસાવવા એમની સામે Impression પાડવા કોક એક ની મસ્તી કરી નાખતા હોઈ છે એ પણ એમની પરીસ્થિતિ સમજ્યા વિના. ત્યારે એમને કેટલું ખોટું લાગતું હશે એમને કેટલું દુખ થતું હશે,આવું તો કઈ કોઈ વિચારતા જ નથી  આ વાત ઉપર થી એ સપષ્ટ થાય છે કે લોકો એક માણસ ને સમજવા કરતા બીજા દસ ને ઈમ્પ્રેસ કરવા માં વધુ ખુશ થાય છે.

                   એવું નથી આપણી જનરેશન જ,આવું આપણા વડીલોમાં તો ખાસ જોવા મળે એમાં અમુક લોકો ને જોઈ ને આવુજ લાગે કે એમને જેટલુ ભેગું કર્યું જેટલી પ્રગતિ કરી એ બીજા સામે એ મોટી મોટી કરી શકે એટલે જ કરી હશે.

         એક ભાઈ હોઈ એ બીજા ભાઈ સાથે Competition માં હોઈએક ની ભૂલ હોઈ તો બીજો એને સાથ આપવા ને બદલે શિખામણ આપે ત્યાં એની હાંકવા માંડે હું આમ ને હું તેમહું કેતો તો તું ન માન્યો. પણ આવું કેવાને બદલે એમનો સાથ આપ્યો હોઈ તો રેવાની મજા આવે કે નયભૂલ કોના થી ન થાયબધા થી થતી જ હોય. અરે અમુક તો એવા હોઈ એ બીજા લોકો ને ઈમ્પ્રેસ કરવા માટે એના સગા ભાઈ ની વાતો કરતા હોઈ બીજા સામે.

                જ્યાં જોઈએ ત્યાં આવુજ છે બધા એક બીજા ને ઈમ્પ્રેશ કરવા ની Trick જ ગોતતા હોઈ છે અને એજ એક મોટું કારણ છે એના લીધે આપણે વધુ નિરાશ રહીએ છીએ. મેં ફેસબુક મા જ એક પોસ્ટ વાચી હતી એમાં લખ્યુ હતું  કે “આજ કાલ માણસ એક બીજા Impress ને કરવા માજ Depress થઇ જાય છે” અને સાચું જ છે ને.

                   પણ આ Impression વસ્તુ છે ને એ Temporary છે.એ ની અસર વધુ સમય રેય નયપણ જો ક્યારેક આપણે સમજણ થી એક બીજા ને સમજી ને પછી ભલે તે ગમેં તે હોઈ આપણો ભાઈઆપણી બેનપતિ- પત્નીમમ્મી- પપ્પા મિત્ર એમને સમજી અને બડાઈ કર્યા વિના સાથ આપ્યો હોઈ ને તો એ અસર જે છે ને એ માણસ મરે ને ત્યાં સુધી  યાદ રાખે. અને ન રાખે તોય એને સંતોષ કેટલો થાય અને કોક ની મદદ કરી ને આપણને પણ આપણા પર એક અલગ જ ગર્વ થાય.

             આપણે એક બીજા ને સમજવું જોઈએ ,થોડું એક બીજા માટે જીવવું જોઈએ. એનો મતલબ એવો નહિ કે મોટા મોટા દાન ધર્મ કરવા ના ને પૈસા આપી ને જ કોઈ ની મદદ કરવાની ને આવું બધું. પણ ક્યારેક બોલતા પેલા વિચારવાનું કે હું બોલીશ તો સામે વાળા ને દુખ તો નહિ થાય ને. હું આમ કરીશ તો સામે વાળા ને કઈ નુકશાન તો નહિ થાય નેહું આવો નિર્ણય લવ પણ એનાથી બીજા કોઈ ને કઈ ખોટી અસર તો નહિ થાય નેખાલી આટલુ વિચારતા આવડી જાય નેતો પણ ઘણું. તો કદાચ દુખી થવાના 90% કારણ ઓછા થઇ જાય

        પણ આપણે જે રીતે જોઈએ છીએ જેવા. અમુક લોકો પોતાના ફાયદા માટે કેવું કેવું કરતા હોઈ છે.સગા ભાઈઓ એક બીજા નું નુકશાન કરતા હોઈ છે. અરેકોર્ટ માં જેટલા મર્ડર અને ચોરી ના કેશ નથી એટલા તો ભાઈ-ભાઈપતિ-પત્નીઅને કુટુંબ ના છે. મેં એક જગ્યા એ સાંભળ્યું હતું તું અને મને બહુજ ગમ્યું એમાં લખ્યું તું કે “માણસ ને કદાચ ચંદ્ર પર રેતા આવડી જશેએને કદાચ મંગળ પર રેતા આવડી જશે પણ એક બીજા સાથે કેમ રેવું ને એ નહિ આવડે"

                   આ બધી વાત તો આપણી સમજણ પર જ નિર્ભર છેહવે ક્યાં નક્કી છે કેટલું જીવશું ક્યારે વય જશું તો શું કામ કોક ને ઈમ્પ્રેસ કરવા માં સમય બગાડીએ એના કરતા સમજણ થી જે આપણા છે એમની સાથે શાંતિ થી મસ્ત લાઈફ ન જીવીએ


નથી મળતો સમય સ્નેહ ની વાતો કરવા માટે
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે?




Column name: જીવનના રંગો
Newspaper: પ્રજા આક્રોશ 

Comments

Post a Comment