અંગ્રેજી માત્ર ને માત્ર એક ભાષા છે,સફળતા નો માપદંડ નહિ

      
        
            Language (ભાષાઆનો ઉપયોગ શું છેએક વાર જરાક વિચારો તોઆપણે વિચારશું એટલે આવું કઇક મનમાં આવશે કે ભાષા નો  ઉપયોગ એ છે કે આપણા મન માં કઇક છે એ આપણે સામે વાળા માણસ ને કેવું છે એટલે આપણે અમુક શબ્દો નો ઉપયોગ કરીએ. એ ભાષા ની સીધી સાદી વ્યાખ્યા છે.

          Example કે તમારે સફરજન ખાવું છે મતલબ તમારા મન માં કોઈ  રેડ કલર નું ગોળ ગોળ આવું કૈક છે એ તમારે કોઈક ને કેવું છે. એટલે આપણે  બોલસુ કે મારે સફરજન ખાવું છે.જો  કોઈ નાનું બાળક હોઈ એને બોલતા ન આવડતું હોઈ એટલે એ એના મમ્મી ને કે કોઈ બીજા ને  ઈશારા થી સમજાવે કે પછી જ્યાં સફરજન પડયુ હોઈ ત્યાં ઈશારો કરે એટલે એની મમ્મી કે ગમે તે સમજી જાય કે બાળક ને સફરજન ખાવું છે.

       
મતલબ ગમે તે રીતે જે આપણા મન માં છે એ આપણે સામે વાળા ના મન માં પહોચાડવાનું છે કેહું આવું કઇક કેવા માગું છુ.ભાષા નો ફક્ત એટલો જ ઉપયોગ છે કે એના ધ્વારા આપણા મન માં જે હોઈ એ સામે વાળા ના મન માં પોચાડી શકીએ છીએ બસ પૂરું.

           
પણ ખરેખર હવે આપણે બીજું જ કઇક વિચારવા માંડયા છીએ. ભાષા ને આપણે "સફળતા નો માપદંડ" બનાવી લીધી છે,તમને થશે એ શું વડીવિશ્વાસ નથી આવતો ને પણ આ સાચું  છે. આપણે લોકો જોઈએ જ છીએ આપણી આજુ બાજુ વાળા લોકો ની મેન્ટાલીટી કેવી થઇ ગય છેબધા આવું વિચારે કે જે ને ઈંગ્લીશ આવડતું હોઈ ને એ હોશિયાર કેવાય. આપણા પેરેન્ટસ પણ ઘણી વાર આવું કેતા હોઈઓલા ભાઈ નો છોકરો છે ને એ કડકડાટ અંગ્રેજી બોલતો હોઈ.

        
હા પણ બોલતો હોઈ તો શું? એનો મતલબ એવો કે એની પાસે નોલેજ વધુ છે? એનો મતલબ એવો કે એમની પાસે સ્કીલ વધુ છે?? એનો મતલબ એવો કે એ બધી વાતે હોશિયાર છે? એનો મતલબ એવો કે એ ક્યાય પાછો જ ન પડે,ખરેખર  કેટલી ખોટી, બોગસ, ભંડાર સડેલી મેન્ટાલીટી કેવાય આ, અરે યાર કેમ નથી સમજતા કોઈ કે અંગ્રેજી ખાલી એક ભાષા છે ભાઈ એના થી એવું નકકી ન થઇ શકે એ માણસ જે  “અંગ્રેજી” માં વાત કરે છે એ હોશિયાર છે.

     
આપણે લોકો તો  એવું જ સમજીએ કે ઈંગ્લીશ બોલસુ એટલે પ્રોફેશનલ લાગશું. અમુક તો એવું સમજે કે ઈંગ્લીશ બોલીએ એટલે  પર્શનાલીટી પડે. ખરેખર??? અરે યાર કેવી કેવી ગેર સમજ માં મુકાયેલા છે લોકો. અત્યારે પરીસ્થિતિ જ આવી  છે કે આપણે ગુજરાતી માં ભાગવત વાચતા હોઈ અને કોક બીજો ઈંગ્લીશ માં ગાળો દેતો હોઈ ને તો બધા ને એ હોશિયાર લાગશે.

       
હા હું માનું છુ કે ઈંગ્લીશ શીખવું જોઈએ જરૂરી છે પણ એનું એક માત્ર કારણ  એજ કે ઈંગ્લીશ છે એ International Language છે. આપણે લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાઈ રેહવું હોઈ તો એ બધી વસ્તુ માટે ઈંગ્લીશ જરૂરી છે જ એ વાત માની, શીખવું જોઈએ એ પણ સાચું.

     
પણ આપણે તો અલગ જ મહત્વ આપીએ જેમ કે કોઈ લંડન કે ગમે ત્યાં થી ટુક માં અબ્રોડ થી આવ્યા હોઈ આપણા રીલેટીવ તો એ  થોડા અંગ્રેજી શબ્દો બોલે કે અમારે ત્યાં બધું જ એકદમ ક્લીન હોઈ ઇન્ડિયા તો હજુ એવું જ છે ને. ત્યાં ના લોકો બહુ ફોરવર્ડ અહિયાં હજુ નેરો માંઇન્ડેડ છે બધું  આમ ને તેમ, એટલે આયા બધા ને લાગે ઓહો કેવા હોશિયાર થઇ ગયા. કેવું અંગ્રેજી બોલતા તા, અરે યાર સાલી આ મેન્ટાલીટી  કેવી છે??

     
અને એક વાત તો છે કે કોઈ બીજા લોકો આવી ને આપણને નથી કેતા કે તમારી ભાષા ખરાબ છે અને ઈંગ્લીશ સારું છે. ત્યાં ના લોકો નથી કેતા કે તમે  સ્કુલ માં ને બધે છોકરા ઓ ને ઈંગ્લીશ જ શીખવાળો આ બધી આપણી મેન્ટાલીટી છે,  આપણે જ સમજવું જોઈએ અને આપણે જ આપણી ભાષા નું મહત્વ વધારવું જોઈએ તોજ આપણી આગળ ની જનરેશન છે એમને આપણી ભાષા નું કઇક મહત્વ સમજાશે. બાકી આવુજ ચાલ્યા કરશે ખોટી માન્યતા કે ઈંગ્લીશ બોલો એટલે હોશિયાર અને પ્રોફેશનલ લાગશો બાકી ડબ્બા.અને છેલ્લે એટલું જ લખું છુ કે

      "
સામે વાળો માણસ  શું કેવા માંગે છે ને મિત્રો એ મહત્વ નું છે, એ જે કેવા માંગતું હોઈ ને એ આપણને સમજાય જાય ને એ મહત્વ નું છે નહિ કે એ કઈ ભાષા માં બોલે છેબસ ખાલી એટલું સમજી જવું જોઈએ  કે અંગ્રેજી માત્ર ને માત્ર એક ભાષા છે સફળતા નો માપદંડ નહિ 






Column name: જીવનના રંગો
Newspaper: પ્રજા આક્રોશ 



Comments

Post a Comment