જે છે ,જેવું છે બધું બેસ્ટ જ છે

               


                         "જે છે ,જેવું છે બધું બેસ્ટ જ છે" આ વાક્ય જેટલું લખવું સહેલું છે ને એટલું જ અઘરું છે એને માનવું. આપણે લોકો આવા સ્ટેટસ રાખીએ "I AM THE BEST" આવું બધું કથા ઓ માં, મોટીવેશન સેમીનાર માં, કેટલી જગ્યા એ વાચ્યું હશે કે ભગવાન જે કરે એ સારા માટે જ કરે છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો etc...

                 આવું વાંચીએ એટલે થોડી વાર એમ થાય કે સાચું છે કોક ના લીધે હું મને શું કામ દુખી કરું.પણ થોડી વાર પછી જ કોઈ આવી ને કહે કે તારા વાળ સારા નથી, કે તું બોવ ખરાબ સ્વભાવ વાળો છે,કે તું દેખાવ માં સારો નથી, કે પછી તારા માં બુદ્ધિ નથી, કે તું નાલાયક છે, કે તું આજે ખરાબ દેખાય છે,આવું કઈ પણ કે એટલે આપણે દુખી. 

            કા પછી અમુક લોકો ગુસ્સે થઇ જાય કે તું તારું જો મને કેવા વાળો તું કોણ છે. પછી એવું વિચારે કેમને કોઈ સમજતું નથી, હું કેમ આવો છું. લાઇફ સાવ બકવાસ છે લોકો સાવ બકવાસ છે દુનિયા બનાવટી છે કોઈ ને સારી વસ્તુ ની કદર નથી આમ ને તેમ આવું તો કેટલુય વિચારી ને દુખી થઈ  જાયે.

               જો એક વાત તો છે કે આપણે કદાચ મરી પણ જઈએ ને તો બધા ની નજર માં સાચા અને સારા તો નહિ જ બની શકીએ એ તો ફાઈનલ છે. તો પછી શું કામ એમાં ટાઈમ બગાડવાનો કોક ને ઈમ્પ્રેસ કરવામાં જેવા છીએ એવા છીએ. પોતાનો સ્વીકાર કરતા સીખો.

             આપને ઘણીવાર એવી વાત માં દુખી થતા હોઈ કે હું સારો નથી દેખાતો કે હું બ્યુટીફૂલ નથી. કે પછી  હું બોવ જાડો/જાડી છુ. આવા તો કેટલાય કારણ હોઈ છે દુખી થવાના,પણ એક વાર આજુ બાજુ માં તો જોવ કોણ એવું છે ? જેના માં બધું જ હોઈ,  જેની પાસે બધું જ હોઈ, છે કોઈ?? ના આવું કોઈ હોઈ જ ન સકે.

              અને આપને જેવા છીએ એવા છે એ માં આપણો શું વાક? આપને કઈ ઉપર થી સિલેક્ટ તો કરવા દેતા નથી કે  બોલ બેટા તારે કેવું લૂક જોઈએ છે? તારે કેવા વાળ જોઈએ છે ? તારે કેવું ફિગર જોઈએ છે ?તો પછી લોકો ભલે ને કીધા કરે કે તું આવો ને તેવો એવું ધ્યાન માં જ નય લેવાનું કારણકે આ બધી વસ્તુ કઈ આપણા હાથ માં નથી, તો શું કામ દુખી થવાનું

              હા પણ જો આપણો સ્વભાવ ખરાબ હોઈ, આપણા વિચાર ખરાબ હોઈ તો એ અપણો વાંક છે.તો એ આપણે સુધારવું જોઈએ. બાકી જો કોઈ આપણને ખોટી રીતે સલાહ આપે કે તું આવો છે ને તેવો છેતો એમના બકવાસ ને મન માં લેવાનું જ નહિ. એમના વિચાર કચરા જેવા છે એમની આંખો હશે એવું એમને દેખાશે પણ આપનું મગજ કઈ ડસ્ટબિન નથી કે કોઈ કઈ પણ બોલે અને કઈ પણ આપણે વિચારી ને દુખી થઇ જઈએ.

              અને એક વાત તો છે લોકો શું બોલે છે એ આપણે નહિ બદલી શકીએ એ એમનો અભિપ્રાય છે પણ જો આપણે એ  માની લયે છીએ તો આપણે એ લોકો ને સાચા સાબિત કરીએ છીએ. વાંક લોકો નો નથી કે એ આપણા વિશે કૈક ખોટું વિચારે છે, કે આપણે દુખી થઇ જઈએ આવા શબ્દો બોલે છે એતો એમનો સ્વભાવ છે બોલવા દો એમને, પણ  એ લોકો શું બોલે છે શું વિચારે છે એ સાચું માની ને જો આપણે દુખી થાયે ને તો એ સો ટકા આપણો જ વાંક કેવાય.


Column name: જીવનના રંગો
Newspaper: પ્રજા આક્રોશ 


  
       

Comments

Post a Comment